કચ્છમાં વાતાવરણ પલટાયું : વાદળા છવાયા

February 6, 2018 at 2:45 pm


બે દિવસ પહલા હવામાન શા?ીઆેએ કરેલી આગાહી પ્રમાણે ભુજ સહિત કચ્છના તમામ ચારેય કેન્દ્રાેમાં તેમજ સમગ્ર જિલ્લામાં વાદળા છવાયા હતા. માવઠું થશે તેવું હવામાન સજાૅયું હતું. પણ કઈ જગ્યાએ આજે માવઠું થયું નહોતું. રાપર જેવા અમૂક કેન્દ્રાેમાં તાે આખો દિવસ વાતાવરણ વાદળછાયું હતું.
ભુજમાં આજ સવારથી જ વાદળા છવાયા હતા. લગભગ આખો દિવસ આકાશમાં છુટાછવાયા વાદળા વચ્ચે સુર્યદેવની સંતાકુકડી ચાલું હતી તાે સવારે 11 વાગ્યા આસપાસ તાે જાણે કે હમણાં માવઠું થશે તેવી સ્થિતિ હતી પરંતુ આવું બન્યું નહોતું.
ભુજની આસપાસના વિસ્તારોમાં પણ આ જ પ્રકારની સ્થિતિ ચાુ હતી.
અંજાર, ગાંધીધામ, ભચાઉ, રાપર સહિતના પૂર્વ કચ્છના તમામ વિસ્તારોમાં આ જ પ્રમાણમાં વાદળછાયા વાતાવરણની સ્થિતિ ચાલું રહી હતી.
જ્યારે પશ્ચિમ કચ્છમાં માંડવી, મુન્દ્રા, નખત્રાણા, અબડાસા અને લખપત સહિતના વિસ્તારોમાં આ જ પ્રકારની સ્થિતિ ચાલું રહી હતી.
અહેવાલ મુજબ રાપરના અહેવાલ મુજબ વાગડામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે માવઠું થવાની શક્યતા વચ્ચે ધરતીપુત્રોની ચિંતા વધી છે.
છેલ્લા બે દિવસથી વાગડમાં હવામનમાં પલ્ટો આવતા સમગ્ર વિસ્તારમાં વાદળો જોવા મળી રહ્યાા છે. જેના કારણે શિયાળુ પાકના જીરૂ, ઈસબગુલ, એરંડા સહિતના પાકો લગભગ તૈયાર થઈ ગયા છે ત્યારે માવઠાનાે માહોલ સજાૅયો છે. અને ધરતીપુત્ર ખેડૂતાેની ચિંતા વધી રહી છે. આ વરસે વાગડમાં કરોડો રૂપિયાનું જીરૂંનું વાવેતર થયું છે. સાથો સાથ ઈસબગુલનું પણ વાવેતર થયું છે. નર્મદા કેનાલ આધારિત વાગડમાં શિયાળુ પાક જીરૂ, ઈસબગુલ, એરંડા, વરીયાળી, ઘંઉ સહિતના પાકોનું વાવેતર છેલ્લા ત્રણ વર્ષથી થઈ રહ્યું છે. નર્મદા યોજનાના કારણે ખેડૂતાેમાં માંડ બે પાંદડે થઈ રહ્યાા છે અને દિવસાે દિવસ ખેડૂતાે લાખોનાે ખર્ચ કરી વાવેતર વધારી રહ્યાા છે. ત્યારે છેલ્લા બે દિવસથી વાદળછાયા વાતાવરણ વચ્ચે માવઠાની શક્યતા વચ્ચે ખેડૂતાેને ઉચાટ વધ્યો છે.
હવામાન શા?ીઆેના કહેવા પ્રમાણે આવતીકાલે પણ આ જ પ્રમાણે વાદળછાયું વાતાવરણ રહેવાની પુરી શક્યતા છે.
જોકે આ વાદળા વિખેરાયા બાદ ઠંડીનું પ્રમાણ વધે તેવી શક્યતા છે.

Comments

comments

VOTING POLL