કચ્છમાં સ્વાઇન ફ્લુથી વધુ બેના મોત

January 31, 2019 at 8:58 am


કચ્છમાં ઠંડી વધતા સ્વાઇન ફ્લુનાં દરદીઆેની સંખ્યામાં પણ ઉત્તરોત્તર વધારો નાેંધાઇ રહ્યાાે છે. છેલ્લા 13 માસમાં 269 દરદીઆે સામે આવ્યા છે, તે પૈકીનાં ચાલુ માસમાં તાે 86 જેટલા પાેઝીટીવ કેસ ઉજાગર થઇ ચૂક્યા છે. ત્યારે આ દરદીઆે પૈકી અત્યાર સુધીમાં 14 દરદીનાં મોત થઇ ચૂક્યા હતાં તેમા આજે વધુ બેનાં મોત થઇ જતાં મૃત્યુ આંક વધીને 16 પર પહાેંચી જતાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે.

મળતી વધુ માહિતી મુજબ કચ્છમાં દિન પ્રતિદિન સ્વાઇન ફ્લુનાં પાેઝીટીવ કેસમાં વધારો જોવા મળી રહ્યાાે છે. તેમાય ઠંડી વધવાને કારણે દરદીઆેની સંખ્યામાં પણ ખાસ્સાે વધારો નાેંધાઇ રહ્યાાે છે. છેલ્લા 13 માસમાં જીલ્લામાં કુલ 269 જેટલા પાેઝીટીવ કેશ સામે આવ્યા તેમાં ચાલુ માસમાંતાે મહત્તમ કહી શકાય એટલા 86 કેસ ઉજાગર થઇ ચૂક્યા છે. દિન પ્રતિદિન વધી રહેલા પાેઝીટીવ કેશને લઇને આરોગ્યતંત્રમાં ભારે દોડધામ જોવા મળી રહી છે.

અત્યાર સુધીમાં ઉજાગર થયેલા કેસાે પૈકી 14 દરદીનાં મોત થઇ ચૂક્યો છે, તાે બીજી તરફ ઠંડીનાં સામ્રાજ્ય વચ્ચે સ્વાઇન ફ્લુશ્નો કહેર પણ યથાવત રહેતાં આજે વધુ દરદીનાં મોત થયા છે. 47 વષીૅય મહિલા અને 67 વષીૅય વૃદ્ધનું સારવાર દરમિયાન મોત થતાં જીલ્લામાં મૃત્યુઆંક વધીને 16 ઉપર પહાેંચી ગયો છે. ચાલુ વર્ષમાં અનેક લોકોનાં મોત થતાં કચ્છમાં સ્વાઇન ફલૂ જીવલેણ સાબિત થઈ રહયો છે.

અત્રે ઉલ્લેખનીય છેકે, કચ્છમાં થોકબંધ સ્વાઇન ફ્લુનાં પાેઝીટીવ કેસાે સામે આવતા આરોગ્ય તંત્રમાં તાે દોડધામ જોવા મળી રહી છે, તાે આયુવેૅદ વિભાગ દ્વારા પણ ઠેર ઠેર સ્વાઇન ફ્લુનાં રક્ષણ માટે ઉકાળાનું વિતરણ શરૂ કરી દેવામાં આવ્યું છે, ત્યારે લોકો પણ ઉકાળાનાે લાભ લઇને રોગ સામે પ્રતિકાર કરવા માટે સક્ષમ બને તેવી અપિલ પણ કરવામાં આવી રહી છે.

Comments

comments

VOTING POLL