કચ્છમાં 37 દિવસમાં સ્વાઇન ફ્લુ પાેઝીટીવ કેસે ફટકારી ધુઆધાર સદી

February 8, 2019 at 8:49 am


કચ્છમાં ઠંડીનાં કહેર વચ્ચે સ્વાઇન ફ્લુએ પણ પાેતાનાે કહેર યથાવત રાખ્યો હોય તેવું સતત વધી રહેલા પાેઝીટીવ કેસાેને જોતાં લાગી રહ્યું છે. કારણકે બે દિવસ ઠંડી આેછી રહેતાં પાેઝીટીવ કેસે પણ વિરામ લીધો હતાે. પરંતુ બે દિવસ પહેલા જીલ્લામાં 99 જેટલા પાેઝીટીવ કેસ નાેંધાયેલા જોવા મળેલ. તેમાં વધુ ત્રણનાે ઉમેરો થતાં પાેઝીટીવ કેસનાે આંક સદી ફટકારીને 102 પર અણનમ જોવા મળી રહ્યાાે છે. તાે આ પૈકી અત્યાર સુધીમાં 19 દરદીનાં મોત પણ થઇ ચૂક્યાં છે.

છેલ્લા પંદર દિવસથી ઠંડીનું પ્રમાણ વધુ અનુભવા મળી રહ્યું હતું તાે બીજીતરફ સ્વાઇન ફ્લુનાં દરદીઆેની સંખ્યામાં પણ ઉત્તરોત્તર વધારો નાેંધાઇ રહ્યાાે હતાે. પરંતુ છેલ્લા બે દિવસ જીલ્લામાં ઠંડીમાં આંશિક રાહત અનુભવા મળતાં પાેઝીટીવ કેસે પણ વિરામ લીધો હતાે. પરતું ગત રાત્રીથી ફરી કાતીલ ઠંડીનાે દોર શરૂ થતાની સાથે જ પાેઝીટીવ કેસમાં પણ વધારો થતાં વધુ ત્રણ સ્વાઇન ફ્લુનાં કેસ સામે આવતાં પાેઝીટીવ કેસનાે આંક વધીને 102 ઉપર પહાેંચી ગયો છે. ગત વર્ષનાં કેસનાે સમાવેશ કરવામાં આવેતાે પાેઝીટીવ કેસનાે આંક 279 પર પહોચ્યો છે.

13 વર્ષની સગીરા સહિત વધુ ત્રણ દરદીમાં પાેઝીટીવ લક્ષણો સામે આવ્યા તેમાં રાપર તાલુકાનાં કરૂડા ગામે રહેતી 13 વષીૅય સગીરા, ગાંધીધામ ખાતે રહેતા 45 વષીૅય પુરૂષ, નખત્રાણા તાલુકાનાં અમરા ખાતે રહેતા 30 વષીૅય યુવાનનાે સમાવેશ થાય છે. આ ત્રણેય દરદીની તબીયત લથડતા તાત્કાલિક અસરથી વિવિધ હોÂસ્પટલોમાં સારવાર અથેૅ ખસેડવામાં આવેલ. જ્યાં રક્તના નમુનાનાં પરિક્ષણમાં સ્વાઇન ફ્લુનાં પાેઝીટીવ લક્ષણ સામે આવતાં જીલ્લામાં પાેઝીટીવ કેસની સંખ્યા વધીને 102 પર પહાેંચી ગઇ છે.

અત્રે ઉલ્લેખનીય છેકે, 1 જાન્યુઆરી 2018થી 31 ડીસેમ્બર સુધીમાં કચ્છમાં સ્વાઇન ફ્લુનાં કુલ 182 જેટલા પાેઝીટીવ કેસ સામે આવ્યા છે, તે પૈકી 14 દરદીનાં મોત થઇ ચૂક્યા છે. જ્યારે જાન્યુઆરી 2019થી અત્યાર સુધીમાં 102 પાેઝીટીવ કેસ સામે આવ્યા તેમાં પણ પાંચ દરદીનાં મોત સાથે મૃત્યુઆંક 19 પર પહોચ્યો છે. તાે જીલ્લામાં કુલ પાેઝીટીવ કેસની સંખ્યા પણ 279 થઇ ચૂકી છે. ઠંડી વધવાને કારણે દરદીઆેની સંખ્યામાં પણ વધારો થતાં આરોગ્ય તંત્રમાં રીતસરની દોડધામ જોવા મળી રહી છે.

Comments

comments

VOTING POLL