કચ્છ યુનિ.ના યુવા પ્રાધ્યાપક ગાૈરવ ચૌહાણને શ્રેષ્ઠ પીએમડી થીસીસ એવોર્ડ

February 8, 2018 at 9:05 pm


સ્ટ્રકચરલ જીયોલોજીના વિષય પર થયેલ સંશોધન કાર્ય માટે એવોર્ડ મળ્યો

તાજેતરમાં ભાવનગર યુનિ. ખાતે બત્રીસમી ગુજરાત સાયન્સ કાેંગ્રેસ યોજાઈ ગઈ. ગુજરાત સાયન્સ એકેડેમી દર વષેૅ જુદા જુદા વિષયોમાં શ્રેષ્ઠ પીએચડી થીસીસ માટે એવોર્ડ પ્રદાન કરે છે. જો કે જીયોલોજી વિષયમાં આજ દિન સુધી એવોર્ડ અપાતા ન હતા. પરંતુ પ્રેસિડેન્ટ પ્રાે. અશોક િંસધવીના અથાગ પ્રયત્નાે દ્વારા આ વષેૅ એક મહાન સ્ટ્રકચરલ જીયોલોજીસ્ટ, પ્રાે. એમ.પી. પટેલના નામથી એવોર્ડ શરૂ કરવામાં આવ્યો જેના દાતા તેમના જ શિ»યપ્રાે. નિલેશ ભટ્ટ છે.

આમ પ્રથમ વખત શરૂ કરવામાં આવેલા આ એવોર્ડ માટે આ વષેૅ કચ્છ યુનિ.ના યુવા પ્રાધ્યાપક ડો. ગાૈરવ ચૌહાણની પસંદગી કરાઈ હતી. આ પ્રસંગે કચ્છ યુનિ. અને જીયોલોજી વિભાગ માટે ગાૈરવની બાબત એ છે કે ડો. ગાૈરવ ચૌહાણનું સંશોધન કાર્ય પણ સ્ટ્કચરલ જીયોલોજી ના વિષય ઉપર જ હતાું અને ગુજરાત સાયન્સ એકેડેમીના જીયોલોજીના પ્રથમ એવોર્ડના હકદાર ડો. ચૌહાણ બન્યા હતા.

તા. 4 અને પ ફેબ્રુઆરી દરમ્યાન યોજાઈ ગયેલ ગુજરાત સાયન્સ કાેંગ્રેસમાં લગભગ પાંચસાે જેટલા યુવા વિજ્ઞાનીઆે અને વિદ્યાથીૅઆેએ ભાગ લીધો હતાે. અત્રે ઉલ્લેખનીય છે કે બે વર્ષ પુવેૅ તીસમો ગુજરાત સાયન્સ કાેંગ્રેસ કચ્છ યુનિ. ખાતે યોજાયેલ હતાે અને આઠસાેથી વધુ યુવા વિજ્ઞાનીઆે એ ભાગ લીધો હતાે. તે વખતે પ્રાે.એમ. જી. ઠક્કરના અથાગ પ્રયત્નાેથી કચ્છ યુનિ.ને આ સાૈભાગ્ય સાંપડ્યું હતું અને કચ્છ યુનિવ. એક ઈસ્ટ્રીટ્યુશનલ મેમ્બર તરીકે ગુજરાત સાયન્સ એકેડેમીમાં સ્થાન પામી છે. આ વષેૅ કચ્છ યુનિ. ખાતેથી પ્રતિનિધિ તરીકે તેના બાેર્ડ મેમ્બર તરીકે પણ પ્રાે. ઠક્કર અને ડો. ચૌહાણે હાજરી આપેલ હતી.

ડો. ગાૈરવ ચૌહાણ દ્વારા પાેતાના સંશોધન ઉપર ટુંકું પ્રેઝન્ટેશન રજુ કરવામાં આવેલ તે સમયે ત્યાં ઉપસ્થિત દરેક વ્યક્તિઆેએ તેમને અદ્ભુત કાર્ય તરીકે વધાવી લીધેલ અને પ્રાે.િંસધવી અને અન્ય મહાનુભાવોએ પાેતાના વક્તવ્યમાં શ્રી ચૌહાણને ઉમદા કાર્ય માટે બિરદાવેલ. આ એવોર્ડમાં તેઆેને ગાેલ્ડ મેડલ એનાયત કરવામાં આવેલ હતું આ પ્રસંગે ભાવનગર યુનિ.ના કુલપતિ ડો. ઝાલાએ પણ ડો. ગાૈરવને બિરદાવેલ અને પાેતાના ઘરે આમંત્રણ આપેલ. અત્રે ઉલ્લેખનીય છે કે ડો. શૈલેશ ઝાલા આપણી કચ્છ યુનિ.ના પ્રસ્તુત કુલપતિશ્રીની નિમણુંક માટેની સર્ચ કમિટિના ચેરમેન રહી ચુકયા હતા. એટલે તેઆેની વિશેષ લાગણી કચ્છ તરફ રહી હતી.

ડો. ચૌહાણ કચ્છના મીડીયન હાઈ સંરચના ઉપર તેમનું સંશોધન કરેલ અને તે અંગે તેઆે કરી રહ્યાા હતા. કે આ સમગ્ર ભાગ કચ્છના અન્ય ભાગ કરતાં વધુ ભૂકંપય સંવેદનશીલ છે. ડો. ગાૈરવ ચૌહાણની આ સિધ્ધિ બદલ તેમના ક માગૅદર્શક પ્રાે.ઠક્કર તેમજ કુલપતિ ડો. સી.બી. જાડેજાએ અભિનંદન પાઠવેલ.

Comments

comments

VOTING POLL