કચ્છ યુનિ. પીએચડી પરીક્ષામાં વિદ્યાથીૅઆેને અન્યાયની રાવ

August 12, 2018 at 8:15 pm


નિયમોનાે ભંગ કરાયો હોવાની કેટલાક છાત્રોની રજુઆત ઃ પ્રનપત્ર અંગે સંતાેષકારક જવાબ ન અપાયાની બૂમ
તા. 1પ-7-18ના રોજ કચ્છ યુનિ.માં પીએચડી અભ્યાસ માટે પપ9 વિદ્યાથીૅઆેની પ્રવેશ પરીક્ષા લેવામાં આવેલ જેમાં વિદ્યાથીૅઆેને ખાસ કરીને કચ્છના વિદ્યાથીૅઆેને અન્યાય થયેલ હોય તેવું સ્પષ્ટ જણાય છે. એ માટેના કેટલાક કારણો છે. પ્રવેશ પરીક્ષા માટેનાે અભ્યાસ ક્રમ આપવામાં આવેલ નથી. પ્રવેશ પ્રક્રિયા પુર્ણ થયા પછી વિદ્યાથીૅઆે દ્વારા આપેલ પરીક્ષા આેએમઆરની કાબૅન કોપી તથા પ્રનપત્ર વિદ્યાથીૅઆે દ્વારા માંગવામાં આવેલ છતાં પરત આપવામાં આવેલ નથી. ઉચ્ચ શિક્ષણ સ્તરે લેવામાં આવતી પરીક્ષાની જવાબદારી જાહેર થતી હોય છે પણ આ પરીક્ષાની જવાબદારી જાહેર કરવામાં નથી આવી. સીધે સીધુ પરીણામ જાહેર કરી દેવામાં આવ્યું હતું, કોઈ પણ વિદ્યાથીૅને પરીક્ષા આપ્યા બાદ પ્રશ્નોના જવાબ માટે વાંધા હોય તાે તે અંગે રજુ કરવાની તક પણ આપવામાં આવી નહોતી. પીએચડી માટે લેવાયેલ આ પરીક્ષાની ક્ષતિઆે બાબતે વિદ્યાથીૅઆે દ્વારા સતાધીશોને રજુઆત કરવા છતાં સતાધીશો દ્વારા ઉડાઉ જવાબ આપવામાં આવેલ. અને કહેવામાં આવેલ કે અત્યારે પરીક્ષા પુર્ણ થઈ જવા દો પછી જોઈ લેશું તેવો જવાબ સતાધીશો દ્વારા મળેલ પણ ત્યારબાદ આજ સુધી અમોને કોઈ પાસેથી સંતાેષકારક જવાબ મળેલ ન હતાે. આ બધી બાબતાે જોતા જણાઈ આવે છે કે, સરકાર દ્વારા યુજીસીના નિયમોનું ઉલ્લંઘન થયું હોય તેવું લાગી રહ્યું છે. યુનિ. દ્વારા 7પ0 રૂા. જેટલી માતબર ફી વસુલવા છતાં વિદ્યાથીૅઆેને જવાબવહી, પ્રનપત્ર, કાબૅ કોપી અને અવાજ ઉઠાવવાની તક ન આપીને કચ્છ યુનિ. દ્વારા વિદ્યાથીૅઆેને સર જાહેર અન્યાય કરવામાં આવેલ છે. એક વિદ્યાથીૅ તરીકે મારી ઈચ્છા છે કે ઉચ્ચ સ્તરે તપાસ થવી જોઈએ તેવી મારી માંગણી છે આવું જોતા એવું ચોક્કસપણે જણાઈ આવે છે કે, ક્યાંકને ક્યાંક લાગવગ હોય કે પછી પરીક્ષા સંદભેૅ પાેતાની ક્ષતિઆે ઢાંકવા વિદ્યાથીૅઆેનાે હક છીનવી લેવાનાે યુનિ. દ્વારા પ્રયત્ન થયો છે. આ બાબતાેને આધારે એવું કહેવું પણ હિતાવહ છે કે, પેપરોની તપાસણી થઈ હશે કે કેમ તેવું ભાવેશ ગાેસ્વામીએ જણાવ્યું હતું.

Comments

comments

VOTING POLL