કડીયાવાડના ધર્મ મિત્ર મંડળ દ્વારા ગણેશ ઉત્સવમાં શિક્ષણ જગતની ઝાંખી

September 12, 2018 at 1:33 pm


દેશભરમાં ગણેશ મહોત્સવનું અનેરૂ મહત્વ છે જેમાં ખાસ કરીને મહારાષ્ટ્રમાં ધુમધામથી ગણપતિ ઉત્સવ મનાવવામાં આવે છે, જયારે જામનગરમાં છેલ્લા ત્રણ દાયકા દરમ્યાન ગણપતિ મહોત્સવ ઉજવવાના થયેલા પ્રારંભ બાદ દરવર્ષે ઉતરોતર ભાદરવા મહિનામાં ગણપતિ ઉત્સવના પંડાલોમાં અધધ વધારો થવા પામ્યો છે. સાથો સાથ જામનગરના લોકોની વિધ્નહતાર્ પરની આસ્થામાં પણ અનેશો વધારો જોવા મળી રહ્યાે છે, ત્યારે જામનગરના કડીયાવાડના ધર્મ મિત્ર મંડળ દ્વારા પણ છેલ્લા 16 વર્ષથી ગણપતિ ઉત્સવનું પરંપરાગત રીતે આયોજન કરવામાં આવે છે અને આ વર્ષે ઇકોફે્રન્ડલી ગણપતિ બનાવવાની સાથોસાથ શિક્ષણ જગતમાં મહત્વની બાબતો બાળકો તેમજ વાલીઆેના માનસ પર પડે તેવા ઉમદા હેતુથી ભગવાન ગણેશજી બાળકોને અભ્યાસ કરાવતાં હોય તેવા દ્રશ્યોના સ્ટેચ્યુ તૈયાર કરવામાં આવ્યા છે, આ પંડાલમાં તૈયાર કરાયેલા ગણપતિ પણ પર્યાવરણને નુકશાન કતાર્ નહી હોવાની બાબતો મંડળના હોદેદારો દ્વારા વર્ણવવામાં આવી છે.

જામનગરના કડીયાવાડ, મોટુફળી, ગઢની રાંગ પાસે છેલ્લા 16 વર્ષથી ધર્મ મિત્ર મંડળ દ્વારા ગણપતિ મહોત્સવના પંડાલનું આયોજન કરવામાં આવે છે, અને આ મંડળ દ્વારા દર વર્ષે હૃદય સ્પશીર્ ગણપતિની પ્રતિમા તૈયાર કરવામાં આવે છે, જયારે આગામી તા.13થી શરૂ થઇ રહેલા ગણપતિ મહોત્સવમાં પર્યાવરણને નુકશાન ન પહાેંચે તે બાબતને ગંભીરતાથી ધ્યાને લઇ આ વર્ષે ઇકોફ્રેન્ડલી ગણપતિની મુતિર્ તૈયાર કરવામાં આવી છે, સાથોસાથ પંડાલમાં શિક્ષણ જગતની ઝાંખી કરાવવા માટે ધર્મ મિત્ર મંડળ દ્વારા ગણપતિજી બાળકોને અભ્યાસ કરાવતાં હોય તેવો આકર્ષક ફલોટ પણ તૈયાર કરવામાં આવ્યો છે, આ ફલોટ બાળકો અને તેમના વાલીઆેના માનસપટ પર રહે તેવો ઉમદા આશય મિત્ર મંડળ દ્વારા દશાર્વવામાં આવ્યો છે.

સતત સોળમાં વર્ષે ધર્મ મિત્ર મંડળ દ્વારા તૈયાર કરાયેલા ઇકોફ્રેન્ડલી ગણપતિ અને શિક્ષણ જગતને સ્પર્શતા તૈયાર કરાયેલા ફલોટ લોકોને આકર્ષણનું કેન્દ્ર બની રહે તેવી તડામાર તૈયારી મંડળના દરેક સદસ્યો દ્વારા ઉઠાવવામાં આવી રહી છે અને આ મુતિર્ અને ફલોટની તૈયારી એક મહિના પહેલાથી ખાસ કલાકારો અમીત રાઠોડ, રાકેશ વસાણી, ભુપત આણવારી અને ભગવાનના અને બાળકોના વસ્ત્રાે કુંદન નાનાણી દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. કડીયા જ્ઞાતિ માટે ગૌરવ સમાન આ મંડળના તમામ સદસ્યો દ્વારા શહેરના દરેક ધર્મ પ્રેમી લોકોને વિધ્નહતાર્ના દર્શને પધારવા અનુરોધ કરવામાં આવ્યો છે.

Comments

comments

VOTING POLL