કણાર્ટકમાં મુખ્યમંત્રી બદલાય તેવી શક્યતાઃ કુમારસ્વામીએ આપ્યો સંકેત

August 27, 2018 at 11:11 am


કણાર્ટકનું રાજકારણમા સતત ગરમાવો જોવા મળી રહ્યાે છે. એકતરફ જ્યાં પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ ફરી મુખ્યમંત્રી બનવાની ઇચ્છા દશાર્વી છે તો બીજી તરફ કણાર્ટકના મુખ્યમંત્રી કુમારસ્વામીએ આ અંગે મોટુ નિવેદન આપ્યું છે. કુમારસ્વામીએ કહ્યું કે મને જણાવવામાં આવ્યું છે કે નવા મુખ્યમંત્રી 3 સપ્ટેમ્બરે શપથ ગ્રહણ કરશે.
કુમાર સ્વામીના આ નિવેદન બાદ રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યાે છે અને અનેક તર્ક-વિતર્ક શરુ થઇ ગયા છે. કુમાર સ્વામીએ કહ્યું છે કે આ જરુરી નથી કે હું ક્યાં સુધી મુખ્યમંત્રી રહીશ. પરંતુ એ જરુરી છે કે જે કામ મે મુખ્યમંત્રી તરીકે કર્યા છે તેના કારણે મારુ ભવિષ્ય સુરક્ષિત છે.
કુમાર સ્વામીનું આ નિવેદન એવા સમય આવ્યું છે જ્યારે ખુદ કાેંગ્રેસના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ ફરી પ્રદેશના મુખ્યમંત્રી બનવાની ઇચ્છા વ્યક્ત કરી છે. સિદ્ધારમૈયાના આ નિવેદન પર કુમારસ્વામીએ કહ્યું હતું કે આ લોકતંત્રમાં કોઇપણ મુખ્યમંત્રી બની શકે છે.
આપણું લોકતાંત્રિક સિસ્ટમ છે. સિદ્ધારમૈયાએ કહ્યું હતું કે વિપક્ષે એકજૂટ થઇને તેમને મુખ્યમંત્રી બનતા રોક્યા હતા. રાજકારણમાં જાતિ અને પૈસાની બોલબાલ થઇ ગઇ છે. મે વિચાર્યું હતું કે લોકો એકવાર ફરી આશીવાર્દ આપશે અને મુખ્યમંત્રી બનાવશે. રાજકારણમાં હાર-જીત એક સામાન્ય વાત છે.

Comments

comments