કણાર્ટકમાં હજુ સખળ-ડખળઃ કાેંગ્રેસે બધા જ ધારાસભ્યોને રિસોર્ટ ભેગા કર્યા

January 19, 2019 at 10:53 am


કણાર્ટકમાં ધારાસભ્યોની બેઠકમાં કેટલાક ધારાસભ્યોની ગેરહાજરી પછી કાેંગ્રેસે શુક્રવારે હાજર બધા જ ધારાસભ્યોને રિસોર્ટ ભેગા કર્યા હતા. પાર્ટીએ આ નિર્ણય ધારોસભ્યોની બેઠક પછી તરત જ લીધો હતો કારણ કે, બેઠકમાં 4 ધારાસભ્યોએ ભાગ લીધો ન હતો. હાલમાં કણાર્ટક સરકાર સમસ્યાઆેનો સામનો કરી રહી છે અને બીજેપી દ્વારા ગઠબંધન સરકારને ઉખેડવા માટેના પ્રયત્નોને નિષ્ફળ કરવા માટે પાર્ટીએ શિક્ત પ્રદર્શન તરીકે ધારાસભ્યોની બેઠક બોલાવી હતી.
બેઠકમાં 4 ધારાસભ્યોની ગેરહાજરી એ વાતનો સંકેત છે કે, રાજ્યમાં કાેંગ્રેસની પરિસ્થિતિ સામાન્ય નથી. આ મામલે કાેંગ્રેસ ધારાસભ્ય દળના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા મુજબ બેઠકમાં ગેરહાજર ધારાસભ્યોને પાર્ટી તરફથી કારણ જણાવો નોટિસ આપવામાં આવશે.
ધારાસભ્યોને રિસોર્ટમાં રાખવાના પાર્ટી નિર્ણયનો બચાવ કરતા કણાર્ટક કાેંગ્રેસ અધ્યક્ષ દિનેશ ગુંડુ રાવે જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટી ખુલ્લેઆમ ધારાસભ્યો ખરીદી રહી છે અને જેડીએસ-કાેંગ્રેસ ગઠબંધન સરકારને કોઇ પણ ભોગે ઉખાડી ફેંકવાના પ્રયત્નો કરી રહી છે. તેમના મુજબ પાર્ટીએ તેના બધા જ ધારાસભ્યોને એક જગ્યાએ રાખી આગામી લોકસભા ચૂંટણી માટે રણનીતિ રચવાની જરુરત છે. બીજી તરફ બેઠકમાં ધારાસભ્યોની ગેરહાજરી મામલે બીજેપીએ કાેંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. બીજેપી મહાસચિવ પી મુરલીધર રાવે જણાવ્યું કે, પૂર્વ મંત્રી રમેશ જરકીહોલી સહિત 4 કાેંગ્રેસ ધારાસભ્યો બેઠકમાં ગેરહાજર રહ્યા, જેના પરથી સાબિત થાય છે કે, દેશની સૌથી જૂની રાજકીય પાર્ટીમાં તિરાડ પડી છે.
બેઠક પહેલા નેતા સિદ્ધારમૈયાએ વિધાયકોને નોટિસ આપી ચેતવ્યા હતા કે, તેઆે બેઠકમાં ગેરહાજર રહેશે તો, તેમની વિરુÙ સખત કાર્યવાહી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે બેઠકમાં કાેંગ્રેસના દિગ્ગજ નેતા મિંકાજુર્ન ખડગે, સિદ્ધારમૈયા, કાેંગ્રેસ મહાસચિવ કે સી વેણુગોપાલ અને રાજ્ય સ્તરના નેતાઆેએ હાજરી આપી હતી. બેઠક પછી કાેંગ્રેસે નિવેદન આપ્યું હતું કે રાજ્યમાં ગઠબંધન સરકારને કોઇ જોખમ નથી અને બીજેપી રાજ્ય સરકારને અસ્થિર કરવાના નિષ્ફળ પ્રયત્નો કરી રહી છે.

Comments

comments

VOTING POLL