કતપર લાઇટ હાઉસમાં હુમલાનાં મામલે 8 મહિલા સહિત 150 વિરૂધ્ધ ગુનો નાેંધાયો

January 12, 2019 at 2:19 pm


કેપી એનજીર્ કંપની દ્વારા પવનચકકીનાં કામનો વિરોધ કરી રહેલા લોકોએ હિંસાનો માર્ગ અપનાવતા કંપનીનાં 10થી વધુ માણસો ઇજાગ્રસ્ત થતાં સારવારમાં ખસેડાયા

મહુવાનાં કતપરમાં લાઇટ હાઉસમાં એનજીર્ કંપનીનાં પવનચકકી કામનાં વિરોધમાં ગઇકાલે ટોળા દ્વારા કરાયેલા હુમલાનાં મામલે મહુવા પોલીસ મથકમાં ફરિયાદ નાેંધાવાતા પોલીસે ગુનો નાેંધી તપાસ હાથ ધરી હતી. મહુવાનાં કતપરમાં કેપી એનજીર્ કંપની દ્વારા ચાલી રહેલા પવનચકકીનાં કામનો વિરોધ કરી રહેલા લોકોએ હિંસક સ્વરૂપ ધારણ કરતાં ગઇકાલે બપોરે કામ કરી રહેલા લોકો પર પથ્થરમારો કરતાં 10થી વધુને ઇજાઆે થતાં તમામને સારવાર અથ£ મુહવાની હોસ્પિટલમાં ખસેડાયા હતા.
દરમ્યાન બેકાબુ બનેલા ટોળાએ કેટલાંક વાહનો ઉપરાંત પવનચકકી માટેનાં સાધનોની તોડફોડ પણ કરતાં બનાવની જાણ થતા જ મહુવા પોલીસ કાફલાએ દોડી જઇ પરિિસ્થતી પર કાબુ મેળવ્યો હતો જ્યારે આ અંગે મહુવા પોલીસ મથકમાં વિનોદ બેચર ચાવડા, દિપક મનસુખ બાંભણીયા, નરેશ મોહન બાંભણીયા, જયાબેન નરશીભાઇ ડોળાશીયા, રમેશ બુધા બારૈયા, ગુડીબેન રમેશભાઇ, જાગુબેન મોહનભાઇ બારૈયા, રેખાબેન શાંતિભાઇ બારૈયા, આરતી ભરત ડોળાશીયા, નરશી આતુ ધનજી ભગવાન શિયાળ, આતુ બોધા શિયાળ, અરવિંદ ડાયા બાંભણીયા, ડાયીબેન બેચરભાઇ ચાવડા, મંજુર અરજણ ચાવડા, રાજુભીખા બાંભણીયા, તેજુ આતુ ડોળાશીયા, કિશોર નરશી ડોળાશીયા, બેચર ડાયા ચાવડા, ડાયા કાળુ ડોળાશીયા, કેતન માલા શિયાળ, સવજી સોમાત બારૈયા, રાહુલ સોમાત બારૈય, સોમાત બાબુ બારૈયા, અનિલ ધીરૂ ડોળાશીયા, ખોડા બોધા ગોહિલ, શાંતિ બાલા અને રતનબેન સહિત 150નાં ટોળાં વિરૂધ્ધ સરકાર પક્ષે મહુવા પોલીસે ફરિયાદી બની ફરિયાદ નાેંધાવતા પોલીસે તમામ વિરૂધ્ધ જુદી-જુદી કલમો હેઠળ ગુનો નાેંધી તપાસ હાથ ધરી હતી.

Comments

comments

VOTING POLL