કનૈયાબે નજીકની કંપનીમાંથી ટાયર અને કેબલની ચોરી

May 24, 2019 at 8:59 am


ભુજ તાલુકાના કનૈયાબે નજીક આવેલ ખાનગી કંપનીમાંથી ટાયર અને કેબલની ચોરી કરી ગયા હોવાની ચાર શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે.
આ અંગે પદ્ધર પોલીસ મથકે અલ્તાફ હુશેન અબ્દુલ અન્સારએ ફરિયાદ નોંધાવેલ છે કે સદગુરૂ કોલોની એએમડબ્લ્યુ કોલોનીની પાછળથી ઈકબાલશા ઈબ્રાહીમશા શેખ, ઈશબશા ઇસ્માઈલશા શેખ, અમીલશા હુશેનશા શેહ, મોદીશા સાહેબશા શેખ (બધા રહે. કનૈયાબે) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, કંપનીના પ્લાન્ટમાં લાગેલ ઝાળીઓ કાપી પ્રવેશી ટ્રકના ટાયર નં. ૪ કિ.રૂ. ૩૦ હજાર તથા ફેમો શોપ પ્લાન્ટમાંથી ર૦૦ મિટર કેબલ કિ.રૂ. ૭૦૦૦ તેમજ વોચ ટાવર કાપી રૂ. પ હજારનું નુકશાન કરી ટાયરની ચોરી કરી નાશી ગયા હોવાની ફરિયાદ નોંધાવતાં પોલીસે તમામ વિરૂદ્ધ ગુનો નોંધી ઈકબાલશા શેખની ધરપકડ કરી હતી. વધુ આરોપીઓને ઝડપી પાડવા પોલીસે કવાયત હાથ ધરી છે.

Comments

comments