કપિલના લગ્નની તૈયારીઓ જોરશોરમાં, ગર્લફ્રેન્ડ ગિન્નીના ઘરે યોજાઈ બેંગલ સેરેમની

December 4, 2018 at 1:22 pm


કોમેડિયન કિંગ કપિલ શર્માના લગ્નની તૈયારીઓ જોરોશોરોથી શરૂ થઈ ગઈ છે. કપિલ 12 ડિસેમ્બરના રોજ ગર્લફ્રેન્ડ ગિન્ની સાથે જાલંધરમાં લગ્ન કરશે. આ માટે કપિલના ઘરે અખંડ પાઠનું આયોજન કરાયું હતું….જયારે ગિન્નીના ઘરે અનેક રસ્મોમાં પહેલા બેંગલ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું.

કપિલના ઘરે યોજાયેલા પાઠમાં અનેક લોકોએ હાજરી આપી હતી….પરિવારના સભ્યો, ફેમિલી ફ્રેન્ડસ સાથે અકાલી દળના નેતા બીબી જગીર કૌરે પણ હાજરી આપી હતી. જેની તસવીરો સોશિયલ મીડિયામાં શેર પણ કરવામાં આવી છે. ગિન્નીએ પરિવારની સુરક્ષાને ધ્યાનમાં રાખી તેમના ઘરની બહાર બાઉન્સર્સની સાથે પોલીસ પણ તહેનાત કરવામાં આવી હતી.

કોમેડિયન કિંગો આમંત્રણ પત્રિકા માટે ખાસ પંજાબી પરંપરાને અનુસરી સ્પેશિયલ બોક્સ બનાવડાવ્યા હતા…કંકોતરીના સાથે ડ્રાયફ્રૂટ, પંજરી, બદામ ચણા બાઈટ, મૈસૂર પાક પણ સામેલ હતા. બોલિવુડ-ટેલિવુડમાં લગ્નની મોસમ પુરબહારમાં ખીલી હોય તેમ દીપિકા-રણવીર, પ્રિયંકા-નિક બાદ કપિલ લાઈમલાઈટમાં છે ત્યારે કપિલ અને ગિન્નીના લગ્ન 12 ડિસેમ્બરના રોજ જાલંઘરમાં યોજાનાર છે જેમા બોલિવુડ તથા ટોલિવુડનો જમાવડો જોવા મળશે.

Comments

comments

VOTING POLL