કપિલ શર્મા : ટૂંક સમયમાં ફરી એકવાર ટીવી પર કમબેક

February 8, 2018 at 2:42 pm


ફેમસ કૉમેડિયન કપિલ શર્મા ટૂંક સમયમાં ફરી એકવાર ટીવી પર કમબેક કરવા જઈ રહ્યો છે, આ ન્યૂઝ કોઈનાથી છૂપા નથી. તેનો આ શો માર્ય સુધીમાં ઑન એર થવાની વાત કહેવામાં આવી રહી છે. ‘ધ કપિલ શર્મા’થી ફેમસ થયેલા કપિલે પોતાના નવા શોનું ટીઝર શૂટ કરી લીધું છે. જેની તસવીરમાં કપિલ ક્યારેક બસમાં તો ક્યારેક રિક્ષામાં દેખાઈ રહ્યો છે.જોકે, કપિલની આ સ્ટાઈલને જોતા લાગી રહ્યું છે કે, તે આ વખતે દર્શકોને ખૂબ જ એન્ટરટેન કરશે. થોડા દિવસો પહેલા એક સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, કપિલ પહેલાની જેમ જ ટીવી પર એકદમ ધમાકેદાર એન્ટ્રી કરવાની તૈયારીમાં છે. જોકે, હજુ સુધી આ શોનું ફોર્મેટ અને ટાઈટલ નક્કી કરાયું નથી.આવામાં જે દર્શકો સુનીલ ગ્રોવર અને કપિલને એકસાથે જોવાની ઈચ્છા રાખી રહ્યાં છે તેઓને નિરાશ થવું પડશે. મતભેદને કારણે ‘ધ કપિલ શર્મા શો’ છોડી ચૂકેલા સુનીલ અને કપિલ વચ્ચે સમાધાન થવાના કોઈ એંધાણ દેખાયા નથી.આ ઝઘડાને કારણે કપિલના શોને ભારે નુકસાન થયું હતું. જેની ભરપાઈ કરવા માટે ચેનલની સલાહ માનીને કપિલે છ મહિનાનો બ્રેક લીધો હતો. હવે જોવાનું એ રહ્યું કે, કપિલ પોતાના આ નવા શોથી દર્શકોને કેટલા એટ્રેક્ટ કરી શકે છે.

Comments

comments

VOTING POLL