કમલનાથે છિંદવાડા ખાતે બજરંગ બલીની પૂજા કરી

November 27, 2018 at 8:19 pm


મધ્યપ્રદેશના ચૂંટણી રણમાં મુસ્લિમ તરફી આરોપાેનાે સામનાે કરી રહેલા કાેંગ્રેસના મુખ્યમંત્રી પદના પ્રબળ દાવેદાર કમલનાથે આજે તેમના વતન છિંદવાડામાં બજરંગબલીની મૂર્તિ ની પૂજા કરીને જીત માટે આશીવાૅદ લીધા હતા. મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીના એક દિવસ પહેલા કમલનાથે હનુમાનજીના મંદિરમાં દર્શન અને પૂજા કરી હતી. કમલનાથ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના અલીવાળા નિવેદનના જવાબમાં બજરંગબલીના મંદિરમાં પહાેંચ્યા હતા. વિધાનસભા ચૂંટણી માટે મતદાન પહેલા રાજકીય મહારથીઆે એકબીજા ઉપર ગંભીર પ્રકારના આક્ષેપાે કરી રહ્યાા છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મધ્યપ્રદેશમાં ચૂંટણી રેલીને સંબાેધતા કલમનાથ ઉપર પ્રહારો કર્યા હતા. મોદીએ કમલનાથના એવા નિવેદન ઉપર પ્રહાર કર્યા હતા જેમાં કમલનાથ એમ કહેતા નજરે પડâા હતા કે, કાેંગ્રેસને માત્ર મુÂસ્લમોના મતની જરૂર છે. યોગીએ કહ્યું હતું કે, તેઆે કમલનાથના નિવેદનને વાંચી રહ્યાા હતા જેમાં તેઆે કહી રહ્યાા હતા કે તેમને એસસી અને એસટીના વોટ જોઈતા નથી. કાેંગ્રેસને માત્ર મુÂસ્લમોના વોટની જરૂર છે. યોગીએ કહ્યું હતું કે, અમે કમલનાથને અલી આપવા માટે તૈયાર છીએ. અમે બજરંગબલીથી સંતુષ્ટ છીએ. આ પહેલા કમલનાથનાે એક વિડિયો પણ વાયરલ થયો હતાે જેમાં કમલનાથ એમ કહેતા નજરે પડી રહ્યાા છે કે, તેમને એસસી અને એસટીના વોટની જરૂર નથી. આ મત ભાજપને મળે છે. અમને 90 ટકા મુÂસ્લમ મતની જરૂર છે. આનાથી આેછા મત મળશે તાે નુકસાન થશે. વાયરલ વિડિયોમાં કમલનાથ એમ કહેતા પણ નજરે પડી રહ્યાા છે કે, મુસ્લિમ કાેંગ્રેસના વોટબેંક છે. આના આધાર પર ભાજપના સકંજામાં તેઆે આવી ગયા છે. કમલનાથે પાેતાના સંસદીય ક્ષેત્ર છિંદવાડામાં વિશાળ હનુમાનની મૂર્તિ સ્થાપિત કરાવી છે. આ હનુમાન મૂર્તિ દિલ્હીના ખતરપુરમાં સ્થિત એક મૂર્તિથી આઠ ઇંચ ઉંચી છે. તેમણે કહ્યું હતું કે, હનુમાન પ્રત્યે શ્રદ્ધા અને ભક્તિના કારણે જ ત્રણ વર્ષની અંદર મંદિરનું નિમાૅણ કરાયું છે. હવે કમલનાથ જ્યારે પાેતાના ક્ષેત્રમાં પહાેંચે છે ત્યારે મૂર્તિની પરિક્રમા ચોક્કસપણે કરે છે.
પહેલી એપ્રિલના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરનાર મોરારી બાપુ પણ કમલનાથના આમંત્રણ ઉપર છિંદવાડા પહાેંચશે. પહેલી એપ્રિલના દિવસે હનુમાન જ્યંતિ છે. મોરારી બાપુ વિશેષ સત્સંગ કરશે. ગયા વષેૅ હનુમાન જ્યંતિ પર ભજન ગાયક અનુપ જલોટા પહાેંચ્યા હતા. સ્થાનિક લોકોના કહેવા મુજબ કમલનાથે અનેક મંદિરોનું નિમાૅણ કરાવ્યું છે. છિંદવાડામાં કાેંગ્રેસની ટક્કર ભાજપ સાથે છે. છિંદવાડામાં કાેંગ્રેસની સરખામણીમાં ભાજપ પાસે વધારે સિટો છે.

Comments

comments

VOTING POLL