કમાન્ડો-3નો એક સીન વિવાદમાં, સોશિયલ મીડિયામાં મચી બબાલ….

November 30, 2019 at 9:45 am


Spread the love

કમાન્ડો ૩ રીલીઝ થવાની સાથે જ વિવાદના વાદળોમાં ઘેરાઈ ગઈ છે. કમાન્ડો ૩ના એક સીનને લઈને સોશિયલ મીડિયામાં ભારે હોબાળો મચ્યો છે. જેમાં સીનની શરૂઆતમાં એક પહેલવાન દ્રારા બાળકી સાથે ખુલ્લેઆમ છેડતી થાય છે. આ સીનમાં બાળકીનો સ્કર્ટ ઉઠાવવાવળા શોટ પર બબાલ મચ્યો છે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મનાં એક દ્રશ્યમાં એક સ્કૂલની બાળકી સાથે થઈ રહેલા યૌન શોષણની વિડિયો વાયરલ કરવાની વાત કરે છે. જેની વિડિયો સાંભળ્યા અને જોયા પછી એક પહેલવાન તેને ધમકી આપે છે અને સાથે સાથે તે બાળકીની નજીક જઈને તેનું સ્કર્ટ ઉઠાવવાની કોશિશ કરે છે. યૂટુબ પર આ વિડિયો પર ઘણા યૂઝર્સે કોમેન્ટ કરીને આ સીનનો વિરોધ કર્યો છે. લખ્યું છે કે પહેલવાન મહિલાઓની ઈજ્જત કરે છે અને ફિલ્મનાં આ સીન તેમના કેરેક્ટર વિરુદ્ધ છે. ઘણા યૂઝર્સે કોમેન્ટ કરી છે કે કુશ્તીને આમાં ના લાવો…