કયાં સુધી શહીદી વ્હોરશું?

February 6, 2018 at 4:34 pm


કાશ્મીરના રાજૌરી વિસ્તારમાં પાકિસ્તાની લશ્કરે મિસાઈલ મારો ચલાવીને, ભારતીય લશ્કરના કેપ્ટન સહિત ચાર જવાનોને મારી નાખી આપણા ગાલ ઉપર સણસણતો તમાચો માર્યો છે. લાગે છે કે પાકિસ્તાને ભારતના ગૃહપ્રધાનને હિંસક જવાબ આપી દીધો છે !

ગૃહપ્રધાન એમ પણ બોલ્યા હતા કે, અમે પાકિસ્તાન પર પ્રથમ હુમલો કરવા નથી માગતા… આ હુમલાની વ્યાખ્યા ગૃહપ્રધાન અને સરકાર શું કરે છે, એ સમજાતું નથી. 26 નવેમ્બર, 2003ના રોજ યુÙ વિરામના મૌખિક કરાર પછી, પાકિસ્તાને, આ વર્ષમાં માત્ર એક મહિનામાં 120 વખત શસ્ત્રવિરામનો ભંગ કર્યો છે, વિતેલા વર્ષનો આંક 900 હુમલાનો હતો. 2016માં 437 વખત પાકિસ્તાની લશ્કરે હુમલા કર્યા છે, ગૃહપ્રધાન આને યુÙનો એક ભાગ કે યુÙનું એક સ્વરુપ કેમ નથી માનતાં ક્યાં સુધી ખામોશ રહીશું આપણેં કેટલાં ઘર ઉજાડીશું આપણેં નથી લાગતું કે, આપણે વિશ્વમાં મજાકને પાત્ર બની રહ્યા છીએં

>

ગૃહપ્રધાન તો એમ પણ લોકોને કહે છે કે, તેમણે લશ્કરને એવો આદેશ આપી જ દીધો છે કે, પાકિસ્તાન સરહદેથી એક પણ ગોળી આવે તો સામે ગોળીઆેનો વરસાદ વરસાવી દેજો! જો એમ હોય તો ભારતીય લશ્કર મિસાઈલનો જવાબ મિસાઈલથી કેમ ન આપી શકેં પરંતુ, ગૃહપ્રધાન આવું બધું, ચૂંટણીપ્રચાર સભામાં બોલ્યા હોઈ શંકા જાય છે! કારણ કે લશ્કર તો હજુ એમ જ કહે છે કે, તે અંગે અમારે કંઈ કહેવું નથી, અમારાં પગલાં બોલશે! આનો અર્થ શું સમજવોં

સર્જિકલ સ્ટ્રાઈકથી પાકિસ્તાન ડર્યું નથી, એ છંછેડાયું હોય તેમ લાગે છે. ત્યાર પછી તેના હુમલા પણ વધી ગયા છે, ભારતે જવાનો, નાગરિકો તો ગુમાવ્યા છે, પણ લોકોએ હિજરત કરીને સરહદી ગામો ખાલી કરી દીધાં છે. એક બાજુ આતંકવાદીઆેને ઘુસાડવાના પ્રયાસો અને બીજી બાજુ ભારે તોપમારો! આ સ્થિતિ માત્ર ભારતની જ છે એવું નહી. પાકિસ્તાન માટેની નીતિમાં અમેરિકા પણ નિષ્ફળ ગયું છે. એ પાકિસ્તાનના વર્તનને બદલી શકતું નથી. અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનના જ તૈયાર કરેલા તાલિબાનો અમેરિકન સૈનિકોને મારી રહ્યા છે, જેના માટે પાકિસ્તાની જનરલો જવાબદાર છે, જેમના હાથ અમેરિકનોના લોહીથી ખરડાયેલા છે! હવે અમેરિકા આર્થિક સહાય સિવાય પાકિસ્તાન વિરોધી કેવું પગલું ભરે છે, એ જોવાનું રહે છે.

Comments

comments

VOTING POLL