કરજ માફીના ચૂંટણીલક્ષી પેતરા અર્થતંત્ર અને સામાન્યજન માટે કેટલા વ્યાજબીં : માેંઘવારીમાં સબડતા લોકોને રાહત કયારે મળશેં

July 9, 2018 at 11:47 am


લગ્ન હોય ત્યારે નિમંત્રકો એકદમ મખ્ખીચુસમાંથી ઉદાર બની જતા હોય છે. એ જ રીતે ચૂંટણી આવે ત્યારે શાસકો અને રાજકારણીઆે અને લગભગ દરેક પક્ષના નેતાઆે અને વ્યુહબાજો એકાએક ખેડૂતપ્રેમી, પ્રજાપ્રેમી અને લાગણીશીલ બની જતા હોય છે. 2019ની લોકસભાની ચૂંટણી ગમે તેમ કરીને જીતવા માટે ભાજપ અને કાેંગ્રેસ સહિતના તમામ પક્ષો પોતાની પાસે હોય તેટલા બધા દાવ રમવા તૈયાર છે અને આ રાજકીય સ્પર્ધાના ભાગરૂપે કેન્દ્ર સરકારે વર્ષ 2018-19ના ખરીફ પાકોના ન્યુનતમ સ મર્થન મૂલ્યમાં સારો એવો વધારો કરીને ખેડૂતોને મોટી ભેટ આપી છે. પાછલા એક વર્ષથી લગાતાર આંદોલન ચલાવી રહેલા ખેડૂતોને આનાથી રાહત મળવી જોઈએ. સરકારે 14 કૃષિ ઉપજોના એમએસપી વધાર્યા છે. ધાન્યના ન્યુનતમ સમર્થન મૂલ્યમાં 200 રૂપિયા પ્રતિ કવીન્ટલનો વધારો કરવામાં આવ્યો છે જે છ વર્ષમાં સૌથી વધારે છે. આ પહેલા યુપીએના શાસનમાં 2012-13માં ધાન્યના એમએસપી 170 રૂપિયા પ્રતિ કવીન્ટલ વધારવામાં આવ્યું હતું.

આ વખતે ધાન્યના સમર્થન મૂલ્ય 1550થી 1750 રૂપિયા કરવામાં આવ્યું છે એટલે કે પાછલા વર્ષની સરખામણીએ 13 ટકા જેટલું વધારે છે. સરકાર ખેડૂતો પાસેથી એમના ઉત્પાદનને જે ભાવથી ખરીદે છે તેને એમએસપી કહેવામાં આવે છે. ખેડૂતોને ઘઉં, ચોખા જેવા પાકના ઉત્પાદન વધારવા માટે પ્રેરિત કરવાના આશયથી એમએસપીની સિસ્ટમ શરૂ થઈ હતી. આમ તો 1965થી વિભિન્ન સ્વરૂપે સરકારો એમએસપીમાં વધારો કરતી રહી છે. મોદી સરકારે ચૂંટણીના વર્ષમાં ખુટતી કસર પુરી કરવા માટે પ્રયાસ કર્યો છે પરંતુ વિપક્ષે આ વધારાને અપુરતો બતાવ્યો છે અને એમએસપી નકકી કરવાની ફોમ્ર્યુલા પર સવાલો ઉભા કર્યા છે. આ તો બધી રાજકીય હુંસાતુસીની વાતો છે પરંતુ મુળ ચિંતાજનક વાત એ છે કે કરજ માફી અને વિવિધ પ્રાેત્સાહક પગલાઆેથી મોદી સરકારની તિજોરી પર 2.75 લાખ કરોડનો બોજો પડયો છે અને લગભગ તમામ રાજય સરકારની તિજોરીઆે પરનો બોજો તેમાં સામેલ છે. હવે પ્રñ એ છે કે આવડો જંગી ખાડો સરકાર કેવી રીતે બુરશે ? અને રૂપિયા તો તેને ટેકસની આવકમાંથી જ મળે છે. સેસની આવકમાંથી મળે છે, પેટ્રાેલ અને ડિઝલમાંથી મળે છે. સરકારને નાણાકીય સ્ત્રાેતની કોઈ કમી નથી પરંતુ આટલી જંગી ભરપાઈ તે કેવી રીતે કરશે ? તે સૌથી મોટો સવાલ છે અને કેન્દ્ર સરકાર કદાચ નાણાકીય કટોકટીમાં પણ સપડાય તો પણ નવાઈ નહી તેમ અર્થતંત્રના નિષ્ણાતો કહે છે. એમએસપીમાં વધારો કરવાથી કેન્દ્ર સરકારને 15000 કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચ કરવો પડશે. વાસ્તવમાં તેના પર સબસીડીનો બોજો વધશે કારણકે નબળા વર્ગને આેછા દર પર રાશન દેવા માટે તેણે અનાજ માેંઘું ખરીદીને સસ્તામાં ઉપલબ્ધ કરાવવું પડશે. જો કે અરૂણ જેટલી એમ માને છે કે સરકાર પર કોઈ બોજ પડવાનો નથી. એમનો અભિપ્રાય એવો છે કે બજેટમાં ખાÛ સબસીડી માટે જોગવાઈ કરવામાં આવી છે માટે એમએસપીમાં વૃધ્ધિથી રાજકોષીય ખાધનું લક્ષ્ય પ્રભાવિત થશે નહી. વાસ્તવિકતા એ છે કે ચૂંટણીનું વર્ષ હોવાને લીધે સરકાર માટે આ એક સુરક્ષિત દાવ છે જે સીધો પડયો તો ફરીવાર તેઆે સતામાં આવશે અને જો ઉંધો પડયો તો આ ખર્ચાનો બધો બોજો આગલી સરકારે સહન કરવો પડશે. આ રાહતનો લાભ એવા રાજયોના ખેડૂતોને સરળતાથી મળશે જયાં સરકારી મંડીઆે એટલે કે યાર્ડો ઠીકથી કામ કરી રહ્યા છે પરંતુ જે રાજયોમાં ખેડૂતોની ઉપજ સરકારી ખરીદ કેન્દ્રાે સુધી પહાેંચી શકતી જ નથી તેમના સુધી ફાયદો પહાેંચાડવો ખુબ જ અઘરૂ કામ છે.

બેન્ક આેફ અમેરિકા મેરિલ લિન્ચએ આ સંદર્ભમાં એક રિપોર્ટ જારી કરી છે અને તેમાં આ ધડાકો કરવામાં આવ્યો છે. હજુ એક દિવસ પહેલા જ કણાર્ટકમાં રાજય સરકારે ખેડૂતોના કરજ માફ કરવાની જાહેરાત કરી છે જેમાં રાજય સરકાર પર પાંચ અબજ ડોલરનો બોજો પડી ગયો છે.

કેન્દ્ર સરકારે બુધવારે ખરીફ પાકના ટેકાના ભાવમાં સૌથી મોટો વધારો જાહેર કર્યો છે અને તેનાથી કેન્દ્ર સરકારની તિજોરી પર ભયંકર બોજો પડી ગયો છે. ચૂંટણી માટે ખેડૂતોને આકર્ષવાના પ્રયાસમાં કેન્દ્ર સરકારની તિજોરી પર આ અસü બોજો પડી રહ્યાે છે ત્યારે આગામી દિવસોમાં સરકાર નાણાકીય સંકટનો સામનો કરે તેવી પણ સંભાવના છે. લગભગ બધા રાજયોમાં ખેડૂતોને લાભ આપવાની કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે અને હજુ આ બોજો વધવાનો છે અને આ બોજો ઘટાડવા માટે કેન્દ્ર સરકાર ટેકસ કે સેસમાં વધારા કરે તેવી પણ સંભાવના નકારી શકાય એમ નથી. કારણકે સરકારની તિજોરી તો લોકોના પૈસાથી જ ભરાય છે અને લોકો પાસેથી જ આ વસુલાત કરવામાં આવશે.

હકીકતમાં અર્થતંત્રને ચેતનવંતુ રાખવા માટે રાજય સરકારો અને કેન્દ્ર સરકારે કરજ માફીના આ ખેલ લોકહિતમાં બંધ કરવા જોઈએ. કારણકે આપણા દેશમાં મદદ કરવા માટે માત્ર ખેડૂતો જ નથી બીજા કરોડો સામાન્ય અને ગરીબ માણસો પણ છે જેમને સાચી મદદની અને પાયાની સહાયતાની જરૂર છે. ભ્રષ્ટાચારના ભોરીગમાં સપડાયેલી સરકારની દરેક રાહત યોજનાઆે ખરા જરૂરિયાતમંદ લોકો સુધી પહાેંચે છે કે કેમ તેની સચોટ માહિતી મેળવવા માટે કોઈ મિકેનીઝમ કેન્દ્ર સરકારે બનાવ્યું નથી. આ બધા પાયાના કામ છે અને કરજ માફીના ખેલ કરવા કરતાં સરકારોએ બેઝીક કામગીરી કરવી જોઈએ. અર્થતંત્ર કે તિજોરીને નુકસાન પણ ન થાય અને પાઘડીનો વળ છેડે આવે તેવી લોકો પર કોઈ બોજ ન પડે તે રીતે સમજદારીપુર્વક કામ થવું જોઈએ. ચૂંટણી નજીક આવે એટલે ગમે તેમ આડેધડ જાહેરાતો કરીને લોકોને આકર્ષવાના આ પેતરાનો સંતાપ અંતે તો દેશવાસીઆેએ જ ભોગવવો પડે છે. રાજકીય નેતાઆે કે એમના પરિવારજનોને કોઈ તકલીફ પડતી નથી. આ હકીકતને સરકારે હંમેશા નજર સમક્ષ રાખવી જોઈએ તેમ બુધ્ધિજીવીઆે માને છે.

Comments

comments