કરણપરામાંથી રૂા.8 લાખના દાગીનાની તફડંચી કરનાર ત્રિપૂટીની શોધખોળ

September 12, 2018 at 3:47 pm


Spread the love

રાજકોટમાં છેલ્લા કેટલાક સમયથી ગુનાખોરી અટકાવવાના પોલીસના અભિયાનની ઐસીતૈસી કરી ચોર, લુંટારૂ અને લુખ્ખાઆે બેફામ બન્યા હોય તેમ ગતરાત્રીના કરણપરામાં ઉભેલા જામનગરના સોની વેપારી પાસેથી રૂા.8 લાખના દાગીના ભરેલ થેલાની બાઈકમાં આવેલા ત્રણ શખસોએ તફડંચી કરી નાસી જતાં ચકચાર મચી જવા પામી છે. બનાવના પગલે ક્રાઈમ બ્રાંચ, એ-ડીવીઝન પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી જઈ તપાસ કરતા તફડંચી કરી બાઈકમાં નાસી જનાર ત્રણેય શખસો સીસીટીવીમાં કેદ થઈ ગયા હોય રેકી કરી કોઠારીયા નાકા પાસેથી જ પીછો કરી સોના ચાંદીના દાગીના ભરેલા થેલાની તફડંચી કર્યાનું બહાર આવતા પોલીસે અલગ અલગ ટીમો બનાવી તેને ઝડપી લેવા ચક્રાે ગતિમાન કર્યા છે.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ જામનગરના ખંભાળીયા નાકે રહેતા અને છેલ્લા 15 વર્ષથી રાજકોટ-જામનગર સોનાના દાગીનાનું મીડીયેટર તરીકે કામ કરતા મહેશભાઈ ગોવિંદભાઈ અજાણી નામના સોની વેપારી ગઈકાલે રાત્રીના સોનીબજારનું કામ પતાવી જામનગર જતા હતા ત્યારે કરણપરામાં તેના સંબંધી અજયભાઈ કાર લઈ આવવાના હોય તેની રાહ જોઈ ઉભા હતા ત્યારે 16 કિલો ચાંદી અને 61 ગ્રામ સોનાના દાગીના મળી કુલ રૂા.8 લાખના દાગીના ભરેલ થેલાની પાછળથી ધસી આવેલા ત્રિપલ સવારી બાઈકમાં બેઠેલા શખસે ઉતરી થેલાની ઝાેંટ મારી નાસી જતાં દેકારો કરતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. બનાવના પગલે એ-ડીવીઝન પોલીસ મથકના પીઆઈ એન.કે.જાડેજા, પીએસઆઈ ધાખડા, ક્રાઈમ બ્રાંચ, એસઆેજી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી હતી.

પોલીસની પ્રાથમીક તપાસમાં જામનગરના ખંભાળીયા નાકા પાસે દિગ્વીજય પ્લોટમાં રહેતા અને રીધ્ધીસીધ્ધી જવેલર્સ નામની દુકાન ચલાવતા મહેશભાઈ અજાણી ગઈકાલે એસટી બસમાં રાજકોટ આવ્યા હતા અને સોની બજારમાં રઘુવીર ચેમ્બરમાં વસંતભાઈને ચાંદીનો માલ આપ્યો હતો. ત્યાંથી શિવદુર્ગા દુકાને ચેનમાં સોનાનો ઢાળ ચડાવવા આપેલ ત્યાંથી પેલેસ રોડ પર ટંકારીયા ચેમ્બરમાં મીત જવેલર્સને માલ આપ્યો હતો. બાદમાં કામદાર શેરીમાં આવેલ કે.અશ્વિન અને પ્રવિણ આંગડીયામાં કચ્છનું આંગડીયું કરાવ્યું હતું. તેમજ જલારામ વાયબ્રેટમાં આપેલા ચાંદીના દાગીના ભરત બુસાણી, મનીષ મોનાણી અને ભોગીલાલને જામનગર પહાેંચાડવાના હોય તેમજ સોનાના ચેન મળી કુલ રૂા.8 લાખના દાગીના ભરેલો થેલો લઈ જતા હતા. ત્યારે તેના સંબંધી અજયભાઈ કરણપરામાં પાર્ક કરેલી કાર લેવા ગયા હતા. એકલા ઉભેલા મહેશભાઈ પાસેથી બાઈકમાં આવેલા ત્રણેય શખસોએ થેલાની તફડંચી કરી નાસી ગયાનું જણાવતા પોલીસે તપાસ કરતા તફડંચી કરનાર ત્રિપૂટી સીસીટીવી ફૂટેજમાં કેદ હોય તેને ઝડપી લેવા ચક્રાે ગતિમાન કર્યા છે.