કરતારપુર કોરિડોર આવતાં વર્ષે નવેમ્બરમાં શરૂ થશે

November 29, 2018 at 10:33 am


પાકિસ્તાનના કરતારપુરસાહિબથી ભારતના ગુરદાસપુર સ્થિત ડેરા બાબા નાનક ગુરુદ્વારા સુધી બનનારો કોરિડોર આવતાં વર્ષના નવેમ્બર માસ સુધીમાં શિખ સમુદાય માટે ખુલ્લાે મુકવામાં આવશે. પાકિસ્તાને પોતાના હિસ્સાના કોરિડોરને બે તબક્કામાં બનાવવાનો લક્ષ્યાંક રાખ્યો છે. ઉલ્લેખનીય છે કે આવતાં વર્ષે ગુરુનાનક દેવજીનો 550મો પ્રકાશ પર્વ છે.

પહેલાં તબક્કામાં પાકિસ્તાન ચાર કિલોમીટરની સડક બનાવશે સાથોસાથ રાવી નદી પર 800 મીટર લાંબા પુલનું નિમાર્ણ પણ કરવામાં આવશે. સીમાની નજીક બોર્ડિંગ ટમિર્નલ, ગુરુદ્વારા સુધી શ્રદ્ધાળુઆેને લાવવા માટે વિશેષ પરમીટવાળી શટલની પણ વ્યવસ્થા કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં 10 હજાર શ્રદ્ધાળુઆે માટે વ્યવસ્થા કરવામાં આવશે.

બીજા તબક્કામાં વિઝા લઈને આવનારા શ્રદ્ધાળુઆે માટે નિવાસ અને હોટેલ બનાવવામાં આવશે. સાથોસાથ ભારતીય સીમા સાથે પાકિસ્તાનની અંદર 300 મીટરનો વિશેષ ટ્રેક એ શ્રદ્ધાળુઆે માટે બનાવવામાં આવશે જે વિશેષ પરમીટ પર આવશે. ત્યારબાદ સાડા ચાર કિલોમીટર લાંબી સડક યાત્રિ ટર્મીનલથી કરતારપુર ગુરુદ્વારા સુધી બનાવવામાં આવશે. યાત્રિકો આ રસ્તેથી પગપાળા અથવા કારથી પહાેંચી શકશે. બોર્ડર ટમિર્નલ પર અવર-જવર, પાર્કિંગ અને મેડિકલ સુવિધા ઉપલબ્ધ બનાવાશે.

Comments

comments

VOTING POLL