કરતારપુર કોરિડોર મુદ્દે ભારત-પાકિસ્તાન વચ્ચે મંત્રણા

July 14, 2019 at 11:36 am


કરતારપુર સાહિબ કોરિડોર પર આજે પાકિસ્તાનની વાઘા બોર્ડર પર ભારત-પાકિસ્તાનના અધિકારીઆે મંત્રણા થઇ છે. આ પહેલા 14 માર્ચે અટારીમાં એટલે કે ભારતની શરહદમાં બેઠક થઈ હતી. ગુરુ નાનક દેવની 550મી જયંતી માટે બન્ને દેશ આ કોરિડોરને શ્રદ્ધાળુઆે માટે ખોલવાનું કામ કરી રહ્યાં છે, પરંતુ હજુ પણ બન્ને દેશો વચ્ચે ઇંફ્રાસ્ટ્રક્ચર અને યાત્રાની શરતોને લઈને મતભેદ છે.

આજની મુલાકાતમાં કેટલાક મતભેદો પર ચર્ચા થશે. જેમાં ભારતની શરત છે કે દર્શન માટે કોઈ જ ફી હોવી જોઈએ નહી, પરંતુ પાકિસ્તાન દર્શન કરનારા શ્રદ્ધાળુઆે માટે વિઝાની પરમિટ આપશે જેના પર ફી હશે અને ખાસ દિવસ હોય ત્યારે ફી વધારી પણ શકાય, આસ્થાને જોતાં ભારત શ્રદ્ધાળુઆે પગપાળા જાય તેવી અનુમતિ ઈચ્છે છે જ્યારે પાકિસ્તાન શ્રદ્ધાળુઆેને બસમાં લઈને જવા માંગે છે.

પાકિસ્તાન તરફથી ઝીરો લાઈન પર પુલ બનાવવો જોઈએ, પરંતુ પાકિસ્તાન પુલ બનાવવા તૈયાર નથી. ભારત ઈચ્છે છે કે એક કે બે શ્રદ્ધાળુ જવા માંગે તે તો જઈ શકે, પરંતુ પાકિસ્તાન આેછામાં આેછા 15 લોકોના ગ્રુપમાં લઈને જવા માંગે છે. ભારત પ્રમાણે યાત્રા સપ્તાહના બધાજ દિવસે ખુંી રહે અને દિવસમાં 5000 શ્રદ્ધાળુઆે અને વિશેષ પર્વો પર 10 હજાર શ્રદ્ધાળુઆેની અનુમતિ ઇચ્છે છે.
આ બેઠરમાં ભારતીય પ્રતિનિધિમંડળની અધ્યક્ષતા ગૃહ મંત્રાલયના સંયુક્ત સચિવ દાસ કરશે અને વિદેશ મંત્રાલયમાં પાક-અફઘાન-ઇરાન વિભાગના સંયુક્ત સચિવ દિપક મિત્તલ સામેલ થશે. જ્યારે પાકિસ્તાન દરફથી ના પ્રવક્તા ડો મોહમ્મદ ફેસલ તેમનું પ્રતિનિધિમંડળની અધ્યક્ષતા કરશે.

Comments

comments