કરો આ પાંચ ફૂડનું સેવન અને રહો હેલ્ધી એન્ડ ફીટ

March 5, 2019 at 9:02 pm


હાર્ટ એટેક થવાનું મુખ્ય કારણ છે આપણી ખોટી લાઇફ સ્ટાઇલ અને ખાવાની ટેવ. જો આવાની ટેવમાં થોડી સાવધાની રાખવામાં આવે તો હાર્ટ એટેકની સમસ્યાથી બચી શકાય છે. હાર્ટ એટેક થવા પાછળનું મુખઅય કારણ છે શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધવું. કોલેસ્ટ્રોલ શરીરમાં નસો બ્લોક કરે છે જેને કારણે બ્લડ સર્ક્યુલેશન થઇ શકતુ નથી. ચાલો ત્યારે એવાં ખોરાક પર નજર કરીએ જે શરીરમાં બેડ કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં રાખે છે અને હાર્ટની સમસ્યા થવા દેતુ નથી.

કાચુ લસણ– કાચા લસણનાં સેવનથી બ્લોક થયેલી નસો ખુલી જશે. તેથી જ તો ઘણાં લોકો દિવસની શરૂઆત કાચુ લસણ ગળીન કરતાં હોય છે. નરણાં કોઠે લસણની બે કળી ગળવાથી હાર્ટ એટેક ક્યારેય નહીં આવે.

તજ– તજ હાર્ટને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તેથી તજનું સેવન નિયમિત કરવું જોઇએ. સવારે ગરમ પાણીમાં તજનો પાવડર મિક્સ કરીને પી શકો છો. આ ઉપરાંત દૂધમાં પણ તજનો પાવડર મિક્સ કરીને પી શકાય છે. ફણગાવેલા કઠોળ- ફણગાવેલા કઠોળ ન્યૂટ્રિસિઅન્સથી ભરપૂર હોય છે તેના નિયમિત સેવનથી ક્યારેય હાર્ટ એટેક નહીં આવે. તો સાથે જ કોથમીરને હાર્ટ માટે સારી માનવામાં આવે છે. તેથી તેને દરરોજ ભોજનમાં સમાવવી જોઇએ.

Comments

comments