કર્ણાટક : બસ નહેરમાં પડતા 25થી વધુના મોત નિપજ્યા

November 24, 2018 at 8:16 pm


કણાૅટકના માંડâામાં એક બસ દુર્ઘટનામાં આેછામાં આેછા 25 લોકોના મોત થઈ ગયા છે અને અન્ય કેટલાક ઘાયલ થઈ ગયા છે. ઘાયલ થયેલા કેટલાક લોકો પૈકી પણ અનેકની હાલત ગંભીર જણાવામાં આવી છે. એક ખાનગી બસના ડ્રાયવરે અંકુશ ગુમાવતા આ બસ કાવેરી નદી સાથે જોડાયેલી એક નહેરમાં ખાબકી ગઈ હતી. બચાવ અને રાહત કામગીરી તરત જ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હતી. ઈજાગ્રસ્તાેને તરત જ હોÂસ્પટલમાં ખસેડવામાં આવ્યા હતા. કણાૅટકના નાયબ મુખ્યમંત્રી પરમેશ્વરાએ કહ્યું હતું કે આ દુર્ઘટનામાં 25 લોકોના મોત થઈ ગયા છે. તેમણે કબુલાત કરી હતી કે ડ્રાયવરે યોગ્ય રીતે બસને ચલાવી ન હતી. આ મામલામાં તપાસ શરૂ કરવામાં આવી ચુકી છે. માંડâા જિલ્લામાં કાવેરી નદીથી નિકળનાર વીસી નહેરમાં ખાનગી બસ ગબડી ગઈ હતી. જિલ્લાના પાંડવપુરા વિસ્તારની નજીક આ ઘટનામાં કોઈને બચવાની જલ્દી તક મળી ન હતી અને તમામ લોકો ડુબી ગયા હતા. મૃતકોનાે આંકડો વધી શકે છે. કારણ કે આમાં ઘાયલ થયેલાઆેમાં બાળકો અને મહિલાઆે પણ છે. સ્થાનિક લોકોની મદદ પણ બચાવ અને રાહત કામગીરી માટે લેવામાં આવી હતી. માર્યા ગયેલા લોકો પૈકી મોટાભાગના સ્કુલી બાળકો હોવાનું જાણવા મળ્યું છે. આજે બપાેરે 12.25 વાગ્યાની આસપાસ નહેરમાં ખાબકી ગઈ હતી. બસ નહેરમાં ખાબકી ગઈ છે તેવી માહિતી મળતાની સાથે જ તરત જ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. 25થી વધુ લોકોના મોત ઘટના સ્થળે જ થઈ ગયા હતા. એક વિદ્યાથીૅ બસમાંથી કુદી ગયો હતાે. જેને બચાવ થયો હોવાનું જાણવા મળ્યું છે. બસની અંદર કેટલા લોકો હતા તે સંદર્ભમાં હજુ માહિતી મળી શકી નથી જેથી મોતના આંકડાને લઈને પણ દુવિધાભરી સ્થિતિ સજાૅયેલી છે. એકમાત્ર બચી ગયેલા વિદ્યાથીૅ પાસેથી જ વધુ માહિતી મળી શકે તેવી સ્થિતિ છે પરંતુ આ વિદ્યાથીૅએ હજુ સુધી કોઈ માહિતી આપી નથી. બીજી બાજુ ઈજાગ્રસ્તાેને નજીકની હોÂસ્પટલમાં સારવાર આપવામાં આવી રહી છે. મુખ્યમંત્રી કુમારસ્વામીએ દુર્ઘટનાને લઈને ચિંતા વ્યક્ત કરી છે. સાથે સાથે વળતરની જાહેરાત પણ કરવામાં આવી રહી છે. હાલના સમયની સાૈથી મોટી બસ દુર્ઘટના પૈકીની એક તરીકે આને ગણવામાં આવે છે. આ દર્દનાક બસ દુર્ઘટના બાદ સમગ્ર કણાૅટકમાં ખળભળાટ મચી ગયો હતાે. પાંડવપુરા તાલુકામાં ગામ નજીક આ દુર્ઘટના અંગે માહિતી મળ્યા બાદ પાેલીસ તંત્રમાં પણ ભાગદોડ મચી ગઈ હતી અને મૃતકો અંગે માહિતી મેળવવાના પ્રયાસ હાથ ધર્યા હતા. છેલ્લા સમાચાર મળ્યા ત્યારે મૃત્યુ પામેલા વિદ્યાથીૅઆેની આેળખ થઈ શકી ન હતી. આ સંદર્ભમાં વધુ માહિતી મેળવવા માટે નવા નંબર જારી કરવામાં આવ્યા હતા. મોડે સુધી મૃતકોની આેળખ થાય તેમ માનવામાં આવે છે.

Comments

comments

VOTING POLL