કલકત્તાના ઠગ સામે વધુ એક રૂા.11.50 લાખનો નાેંધાતો ગુનો

February 11, 2019 at 3:30 pm


શહેરમાં કોલસાના વેપારીઆે પાસેથી એડવાન્સ રકમ મેળવી લાખો રૂપિયાની છેતરપીડી આચરનાર શખસની ભકિતનગર પોલીસે ધરપકડ કરી ત્રણ દિવસના રીમાન્ડ પર મેળવી પુછપરછ કરતા તેને કોલસાના વેપારી પાસેથી રૂા.11.50 લાખની છેતરપીડી આચર્યાની વધુ એક કબુલાત આપતા ભકિતનગર પોલીસે ગુનો નાેંધી ભોગ બનનાર વેપારીઆેને જાણ કરવા અપીલ કરી છે.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ ભગવતી કોલ પ્રા.લી. નામની કંપનીથી કોલસાનો વેપાર કરતા મુળ કલકત્તાના સંજીવ કૈલાશપ્રસાદ અગ્રવાલે શહેરના વેપારીઆેને કોલસો આપવાના બહાને એડવાન્સ પેટે લાખો રૂપિયા મેળવી નાસી ગયાની ફરિયાદના આધારે આગોતરા જામીન સાથે હાજર થયેલા સંજીવ અગ્રવાલની ભકિતનગર પોલીસે ધરપકડ કરી ત્રણ દિવસના રીમાન્ડ મેળવી પુછપરછ કરતા તેણે જુદા જુદા અનેક વેપારીઆેના એડવાન્સ પેટે રૂા.2.57 કરોડ મેળવી છેતરપીડી આચર્યાનું બહાર આવતા તેમજ આર્યનગર સોસાયટીમાં રહેતા અને શ્રીહરી ઈન્ડસ્ટ્રીઝમાં સદગુરૂ એન્ટરપ્રાઈઝના નામે ધંધો કરતા જયેશભાઈ નથુભાઈ પાસેથી રૂા.11.50 લાખ એડવાન્સ પેટે લઈ છેતરપીડી કર્યાનું બહાર આવતા તેની ધરપકડ કરી થાેરાળા પોલીસ મથકના પીએસઆઈ જાદવ સહિતના સ્ટાફે ગુનો નાેંધી કલકત્તાના શખસની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. જયારે ભોગ બનનાર વેપારીઆેએ પોલીસને જાણ કરવા અપીલ કરી છે.

Comments

comments

VOTING POLL