કલાક્ષેત્ર દ્વારા નેપાળ-કાઠમંડુમાં કથ્થક નૃત્યની પ્રસ્તુતિ

August 29, 2018 at 1:03 pm


જીગર ભટ્ટ અને પારૂલબેનના નેતૃત્વમાં વિદ્યાથ}નીઆેએ કરેલી રજુઆતને દર્શકોએ વધાવી

કલાનગરી ભાવનગરની નૃત્યક્ષેત્રે જાણીતી સંસ્થા કલાક્ષેત્ર દ્વારા નેપાળના પાટનગર કાઠમંડુમાં કથ્થક નૃત્યની પ્રસ્તુતિ કરી ભાવેણાનુ ગૌરવ કલાક્ષેત્રે વધાર્યુ હતુ. કલાગુરૂ ધરમશીભાઇ શાહ સ્થાપિત અને સંવધિર્ત શહેરની જાણીતી કથકનૃત્ય સંસ્થા કલાક્ષેત્રની તાલીમાથ}આેએ નેપાલના પાટનગર કાઠમંડુમાં કથ્થકનૃત્યની પ્રસ્તૃતિ કરી તેને ત્યાના ઉપિસ્થત પ્રેક્ષકગણે અદભૂત પ્રતિસાદ આપી વારંવાર તાલીઆેથી વધાવેલ.અધ્યાપક પારૂલબેન તથા જીગર ભટ્ટ સાથે વિદ્યાથ}આેની ભારવી ભટ્ટ, હસ્તિ જોશી, પુજા દોશી, ધ્રુવી ભટ્ટ, પ્રાચી રાવલ તથા હેમા પારેખ વગેરેએ આ રજુઆત કરેલ. ઇન્ડો-નેપાલ ફ્રેંડશીપ એસોસીએશનના 70માં વર્ષ નિમિતે તેની ડીવાઇન સાઉલ શાખા દ્વારા આ કાર્યક્રમનું આયોજન થયેલ જેમા ભાવનગરની કલાક્ષેત્ર સંસ્થાને નિમંત્રણ અપાયુ હતુ. કાઠમંડુના પ્રતિિષ્ઠત પશુપતિનાથ મંદિરના શ્રાવણમાસ નિમિતે સમપિર્ત શિવવંદનાની સ્તુતિ, તરાના તથા પરંપરાગત કથ્થકનૃત્યમાં તીનતાલ વગેરે કાર્યક્રમથી પ્રેક્ષકગણ ખૂબજ પ્રભાવિત થયેલ. આ ઉપરાંત 15 આેગસ્ટના સ્વાતંત્ર પર્વ નિમિતે કાઠમંડુ િસ્થત ભારતીય દૂતાવાસના ધ્વજવંદન તથા અન્ય કાર્યક્રમમાં હાજરી આપેલ. આ કાર્યક્રમ ગોઠવવામાં મહેન્દ્રભાઇ ઝવેરીનો સહકાર મળેલ.

Comments

comments

VOTING POLL