કલેઇમ બાર એસો.ના બે વકીલોની દુબઇ લોયર કોન્ફરન્સ માટે થયેલી પસંદગી

September 12, 2018 at 3:42 pm


રાજકોટ કલેઇમ બાર એસોશિયેશનના યુવા વકીલો જયેશ ટી.ગાેંડલીયા તથા અજયકુમાર એ.સહેદાણીની રામ જનરલ ઇºસ્યુ કાું.લી. તરફથી ગુજરાત રાજ્યમાંથી સુંદર પરર્ફોમન્સના ધોરણે દુબઇ ખાતે આગામી તા.13 સપ્ટેમ્બરથી 19 સપ્ટેમ્બર દરમિયાન યોજાવાની લોયર્સ કોન્ફરન્સમાં પસંદગી થતા તેઆે બન્ને ઉપર અભિનંદનની વષાર્ થઇ રહી છે.

યુવા એડવોકેટ જયેશ ગાેંડલીયા છેલ્લા દસ માસ દરમિયાન આ ત્રીજી તથા રામ જનરલ ફાઇનાન્સ તરફથી બીજી વખત ફોરેન લોયર્સ કોન્ફરન્સમાં હાજરી આપનાર છે. તેમજ આ વખત તેઆેની પરિવારનાં એક સદસ્ય સહીત પસંદગી થતાં તેમના પુત્ર ધ્રુવ ગાેંડલીયા પણ તેઆેની સાથે વિદેશ યાત્રામાં જોડશે. જયેશભાઇના પિતા ટી.કે.ગાેંડલીયા રિટાયર્ડ પીએસઆઇ હોવાથી પોલીસ પરિવારોમાં પણ આનંદની લાગણી આવેલ છે.

એડવોકેટ અજયકુમાર સહેદાણી છેલ્લા 18 વર્ષથી વકીલાત ક્ષેત્રે જોડાયેલ છે તેઆેએ પોતાની વકીલાતનાં વ્યવસાયની શરૂઆત રાજકોટના ગાેંડલ મુકામેથી કરેલ હોવાથી ગાેંડલના વકીલ મંડળમાં પણ આ સમાચાર મળતા હર્ષોઉલ્લાસની લાગણી ફરી વળી છે.

બન્નેને વિદેશ પ્રવાસ બદલ કલેઇમ બાર એસોસિયેશનના પ્રમુખ કે.જે.ત્રિવેદી, ઉપપ્રમુખ જી.આર.પ્રજાપતિ સહીતના તમામ હોદ્દેદારો તેમજ ગુજરાત બાર કાઉન્સીલ તથા બાર કાઉન્સીલ આેફ ઈન્ડિયાના સભ્ય દિલીપભાઇ પટેલ સહિતના તમામ સિનીયર-જુનીયર વકીલ મિત્રોએ ખુબ-ખુબ શુભેચ્છાઆે પાઠવેલ છે.

Comments

comments