કલ્યાણપુર વિસ્તારમાં ટેકાના ભાવે મગફળીના વેંચાણ અંગે તપાસ કરવા માંગણી

February 12, 2018 at 1:30 pm


ખીજદડ ગામમાં મગફળીના ટેકાના ભાવે વેંચાણ કરવામાં લોકોને ખૂબ જ મુશ્કેલી પડે છે, રીઝપર સેવા સહકારી મંડળીના પેટા કેન્દ્ર ખીજદડ ખાતે અમોએ બે માસ પહેલા ટેકાના ભાવે મગફળીનું વેંચાણ કરવા માટે મગફળી મૂકી હતી, પરંતુ હજુ સુધી આ અંગે કોઇ તપાસ થઇ નથી, આ અંગે ઘટતું કરવાની માંગણી ખીજદડના જશુભા ભોજુભા જાડેજા એ મામલતદારને લખેલા પત્રમાં કરી છે.

આ પત્રમાં જણાવ્éું છે કે, અમારા કૌટુંબિક ભાઇ હરીસંગની જમીનમાં ખીજદડમાં પ00 મણ મગફળી થયેલ છે અને આ મગફળી અમો વેંચાણ માટે મુકેલ છે, પરંતુ બે માસથી કોઇ નીવેડો થયો નથી, એવો પણ આક્ષેપ કરાયો છે કે એક ગુણીએ રૂા. પ0 અને બીજી વખત રૂા. 10 આપવા પડે છે, આ અંગે અવારનવાર રજૂઆત કરવા છતાં પણ કંઇ ઉકેલ આવ્યો નથી, કુલ મળી રૂા. 160 અપાય તો જ મગફળીનું વેંચાણ થશે એવું કહેવામાં આવે છે, આ અંગે તપાસ કરવાની માંગણી પર કરી છે, આ વિસ્તારમાં લાગવગ વાળા અને માથાભારે શખ્સોને કાયદાનો કોઇ ડર નથી અને ખેડૂતોનું શોષણ થઇ રહ્યું છે ત્યારે આ અંગે તપાસ કરવાની માંગણી આ પત્રમાં કરી છે.

Comments

comments

VOTING POLL