‘કસોટી જિંદગી કી ૨’માં થશે નવા વિલનની એન્ટ્રી, જાણો કોણ…

July 19, 2019 at 11:36 am


Spread the love

એકતા કપૂરની લોકપ્રિય સિરિયલ ‘કસોટી ઝિંદંગી ૨’ કે જે ઘર ઘરમાં ફેમસ છે અને લોકોને આ દિવસોમાં ખૂબ જ મોહક રહી છે. તેમાં હાલમાં, શોનો સ્પેશિયલ એપિસોડ બતાવવામાં આવી રહ્યો છે. જે સ્વિટ્ઝર્લેન્ડના જ્યુરિખમાં શૂટ કરવામાં આવ્યો છે. તેમાં સુંદર સ્થાનોની સાથે હાઈ વોલ્ટેજ ડ્રામા પણ જોવા મળી રહ્યા છે. આ દરમિયાન ખબર આવી રહી છે કે સીરીયલમાં કોમોલિકા એટલે કે હિના ખાન, મિસ્ટર બજાજ એટલે કે કરણ સિંહ ગ્ર્રોવર બાદ હવે નવા વિલનની એન્ટ્રી થઈ શકે છે.

આ સીરિયલમાં એક વિલનના રોલમાં ટીવી અને ફિલ્મ અભિનેત્રી અલ્કા અમીનની એન્ટ્રી થશે,, જે બજાજના ફઇનો રોલ નિભાવતા જોવા મળશે અને શોમાં લાવશે ન વિર્ચાયા હોય તેવા ટ્વિસ્ટ….એવું કહેવાઈ રહ્યું છે કે ફઈ પ્રેરણાના જીવનમાં ઝેર ઉમેરવા અવનવા તુક્કા અજમાવશે. અલ્કાએ સીરિયલમાં રોલ નિભાવવાની હા પણ પાડી દીધી છે અને કોન્ટ્રાકટ સહી કરી લીધો છે. જો કે, સત્તાવાર જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી. અલ્કા ‘દમ લગા કે હઈશા’ ‘રોમિયો અકબર વોલ્ટર’ અને ‘બધાઈ હો’ જેવી ફિલ્મોમાં કામ કરી ચુકી છે. તો સાથે જ ’12/24 કરોલ બાગ’, ‘ કયા હુઆ તેરા વાદા’ અને ‘પ્યાર નહીં તો ક્યાં’ જેવી સીરિયલોમાં તેના રોલથી તે ફેમસ હતી.

સીરીયલ વિશે વાત કરીએ તો હાલમાં આપણે જોયું કે બજાજ અને પ્રેરણા હનીમૂન માટે જ્યુરીખમાં પહોંચી ગયા છે. અનુરાગ પણ ત્યાં પહોંચી જાય છે અને પ્રેરણાને બજાજ સાથે લગ્ન કરવાનું કારણ પૂછે છે. ત્યારે પ્રોમો પરથી કહી શકાય કે અનુરાગ બજાજ સાથે હવે બદલો લેશે અને પ્રેરણાને ફરી પ્રેરણાને મેળવીને રહેશે… પરંતુ એ પહેલા કહાનીમાં ધણા ટ્વિસ્ટની શક્યતાઓ સેવાઈ રહી છે…જેને જોવા માટે આપને જોવા પડશે ‘કસોટી જિંદગી 2’ના અપકમિંગ એપિસોડ્સ……