‘કસોટી જિંદગી કી ૨’ માં આ એકટ્રેસે માંડ્યા પ્રભુતામાં પગલા !

July 13, 2019 at 2:49 pm


Spread the love

‘કસૌટી જિંદગી કી ૨’ ખુબ જ લોકચાહના ધરાવતી સીરીયલ છે. એકતા કપૂરના આ શોમાં ઘણી ટ્વીટ્સ આવે છે. પરંતુ અનુરાગ બાસુ (પાર્થ સમથાન) અને પ્રેરણા શર્મા (એરિકા ફર્નાન્ડિઝ) ચાહકોના નિર્માતાઓ પર ખૂબ જ ગુસ્સે છે. સીરીયલમાં કંઇક એવું બતાવવામાં આવે છે કે એકબીજાને ઘણો પ્રેમ કરનાર પ્રેરણા અને અનુરાગ ફરી એક વખત અલગ થઇ ગયા છે. પ્રેરણાએ ઋષભ બજાજ (કરણ સિંહ ગ્ર્રોવર) સાથે લગ્ન કર્યા છે અને આ સમાચાર સાંભળીને અનુરાગ તૂટી પડ્યો છે. આ ટ્રેક દર્શકોને બિલકુલ પસંદ પડ્યો નથી અને દર્શાકોએ ટ્વિટર પર ખુબ જ ભડાસ કાઢી હતી.

યુઝર્સએ નિરાશા વ્યક્ત કરતાં લખ્યું કે , “રીબુટના નામે દર્શકોને છેતરાવવામાં આવે છે. જો પ્રેરણા અને બજાજના લગ્ન જ બતાવવા હતા તો તેઓએ ‘કસોટી જિંદગી કી ૨’ શું કામ બનાવી ! તમે જાણો છો કે આ સીરીયલ ફક્ત અનુરાગ અને પ્રેરણાના લીધે જ જોવે છે અને કહાનીમાં આવો ટ્વિસ્ટ લાવી બંનેની પ્રેમ કહાનીને બરબાદ કરી દીધી છે. તો સાથે અન્ય યુઝર્સએ લખ્યું, ‘2001ની સદીમાંથી બહાર આવો… આ 2019 છે. આજના જમાનામાં મહિલાઓ જાણે છે કે આવા લોકો (મિ. બજાજ) સાથે કેવી રીતે વ્યવહાર કરવો, તે બહાદુર, સમજદાર અને મજબૂત છે. લગ્નએ દરેક સમસ્યાનો ઉકેલ નથી.

‘કસોટી જીંદગી કી ૨’ના શોમાં હાલમાં દેખાડવામાં આવ્યું છે કે, બજાજ સાથે ડીલ કર્યા પછી પ્રેરણા તેમના વિલા તરફ સ્થળાંતરિત કરે છે. ત્યાં લગ્ન તૈયારીઓ થાય છે. મહેંદી અને સંગીતની વિધિઓ પછી તેઓ બંને લગ્ન માટે કુલદેવીના મંદિરે જાય છે. બીજી બાજુ, અનુરાગ અને પ્રેરણાના લગ્નની તેયારીઓ ચાલી રહી છે પરંતુ અચાનક ત્યાં રોનિત પહોંચી જાય છે. અને અનુરાગને વિડિઓ બતાવીને જણાવે છે કે, પ્રેરણા તેમની સાથે નહીં પરંતુ બજાજ સાથે લગ્ન કરવા જઈ રહી છે.

અનુરાગે વિડિઓ જોયા બાદ મંદિર તરફ જતો રહે છે પરંતુ ત્યાં પહોંચ્યા પહેલાં જ તેનું અકસ્માત થાય છે. ત્યારસુધીમાં બજાજ અને પ્રેરણાના લગ્ન થઇ ચુક્યા હોય છે. જયારે શોના આગામી એપિસોડમાં તમે જોશો ત્યારે બજાજ અને પ્રેરણાનો ઘરમાં પ્રવેશ થાય છે ત્યારે અચાનક પ્રેરણાને અહેસાસ થાય છે કે તેણે મોટી ભૂલ કરી છે. તે રસ્તા પર દોડતી દોડતી અનુરાગને મળવા જાય છે. બીજી બાજુ પ્રેરણા-બજાજના લગ્ન અને અનુરાગના અકસ્માતની વાત સાંભળીને બાસુ પરિવાર ગુસ્સે થાય છે. અનુરાગની માતા મોહિની અને બહેન નિવેદિતા સાથે પ્રેરણાના ઘરે આવે છે અને તેની માતા વીણા સાથે સમગ્ર પરિવારને અયોગ્ય સંભળાવવા લાગે છે. વીણા આ સમાચારથી સંપૂર્ણપણે અજાણ હોય છે.

હવે આ કહાનીમાં શું વળાંક આવશે ! શું અનુરાગ પ્રેરણા સાથે નફરત કરશે કે બજાજ સાથે બદલો લેશે ? આ જાણવા માટે આગામી એપિસોડની રાહ જોવી પડશે.