કાનપુર પાસે ટ્રેનના 12 ડબ્બા ખરી પડતાં અફડાતફડી: સેંકડો ઘાયલ

April 20, 2019 at 10:32 am


હાવડાથી નવી દિલ્હી જઇ રહેલી હાવડા એક્સપ્રેસ ગઈ મોડી રાત્રે કાનપુરથી અંદાજે 15 કિલોમીટર દૂર રૂમા કસ્બાની પાસે પાટા પરથી ઉતરી ગઇ હતી. પૂવર્િ એક્સપ્રેસના તમામ 12 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. જ્યારે તેમાંથી 4 કોચ સંપૂર્ણપણે પલટી ગયા.. આ ઘટનામાં લગભગ 28 લોકો ઘાયલ થયા છે

ઘટનાની માહિતી મળતા જ જિલ્લાધિકારી એસએસપી અને અન્ય અધિકારી ઘટનાસ્થળ પર પહોંચ્યા અને સંપૂર્ણ પરિસ્થિતિની ભાળ મેળવી. કાનપુરના ડિસ્ટ્રિક્ટ મેજીસ્ટ્રેટ વિજય વિશ્વાસ પંત પણ ઘટનાસ્થળ પર પહોંચ્યા. રાહત અને બચાવ કાર્ય માટે એનડીઆરએફની 45 લોકોની ટીમ સ્થળ પર પહોંચી. તેમણે કહ્યું કે પેસેન્જરને કાનપુર સેન્ટ્રલ સુધી લઇ જવા માટે બસોની વ્યવસ્થા કરાઇ. રેલવેના અધિકારીઓએ કહ્યું કે યાત્રીઓને કાનપુરથી દિલ્હી લઇ જવા માટે બીજી એક ટ્રેનની વ્યવસ્થા કરાઇ રહી છે.

રેલવે મંત્રાલયના પ્રવકતા સ્મિતા વત્સ શમર્એિ કહ્યું કે એક્સિડન્ટ રિલીફ ટ્રેન અને એક્સિડન્ટ રિલીફ મેડિકલ ઇક્વિપમેન્ટને ઘટનાસ્થળ પર મોકલી દેવાયા છે. જે મેન રૂટ છે. આ રૂચની બીજી 13 ટ્રેનને ડાયવર્ટ કરી દેવાઇ છે જ્યારે એક ટ્રેન રદ્દ કરાઇ છે. પૂવર્િ એક્સપ્રેસના 12 ડબ્બાને નુકસાન પહોંચ્યું છે. 12માંથી 4 જબ્બા પલટી ગયા હતા. તેના લીધે ત્યાં અફડા તફડી મચી ગઇ હતી. ભારતીય રેલવે એ કેટલાંક હેલ્પલાઇન નંબર પણ રજૂ કયર્િ છે. તેના દ્વારા લોકોને તેને એક્સિડન્ટમાં સામેલ પોતાના લોકો અંગે માહિતી પ્રાપ્ત કરી શકે છે. આ નંબર છે (033) 26402241, 26402242, 26402243, 26413660. હાલ ટ્રેન અકસ્માતના કારણ અંગે ખબર પડી નથી. રેલવે અધિકારીઓના મતે તેની ટૂંક સમયમાં જ તપાસ થશે.

Comments

comments