કાન ફિલ્મ ફેસ્ટિવલમાં છવાઈ બોલીવુડની હસીનાઓ……….

May 17, 2019 at 12:02 pm


ફ્રાન્સના કાન ખાતે ચાલી રહેલા વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત એવા ‘કાન ફિલ્મ ફેસ્ટિવલ’માં ભારતીય એક્ટ્રેસ દીપિકા પાદુકોણ, પ્રિયંકા ચોપરા અને કંગના રનૌતે રેડ કાર્પેટ પર એન્ટ્રી કરી લીધી છે. દીપિકા પાદુકોણ ‘Loreal ઇન્ડિયા’ને, કંગના રનૌત વોડકા બ્રાન્ડ ‘Grey Goose’ને અને પ્રિયંકા ચોપરા જ્વેલરી બ્રાન્ડ ‘Chopard’ને રેપ્રેઝન્ટ કરી રહી છે. ફિલ્મ ફેસ્ટિવલમાંથી તેમનો પહેલા દિવસનો હજુ પહેલો રેડ કાર્પેટ લુક બહાર આવ્યો છે.

 

દીપિકા પાદુકોણે ડિઝાઈનર ‘Peter Dundas’નો ડ્રેસ પહેર્યો હતો. જ્યારે જ્વેલરી ‘Lorraine Schwartz’ની પહેરી હતી. મેકઅપ, હેર અને સ્કિન માટે ‘Loreal’ સાથે તેનું ટાઈ અપ છે. દીપિકાનો હેર સ્ટાઇલિસ્ટ તેનો ‘મેટ ગાલા’ લુકનો જ હેર સ્ટાઇલિસ્ટ જ્યોર્જ ગેબ્રિઅલ હતો.

 

પ્રિયંકા ચોપરાએ ‘5B’ ફિલ્મના સ્ક્રીનિંગમાં વ્હાઇટ આઉટફિટ પહેર્યું હતું. ત્યારબાદ રેડ કાર્પેટ માટે તેણે ‘Roberto Cavalli’ બ્રાન્ડનો ડ્રેસ પહેર્યો હતો. પ્રિયંકા ચોપરાએ આ વર્ષે ‘કાન ફિલ્મ ફેસ્ટિવલ’માં રેડ કાર્પેટ ડેબ્યુ કર્યું છે.

 

કંગના રનૌતે આ વર્ષે પણ ગયા વર્ષની જેમ સાડીમાં ફિલ્મ ફેસ્ટિવલમાં એન્ટ્રી લીધી હતી. પહેલા દિવસ માટે તેણે તેણે ડિઝાઈનર ‘ફાલ્ગુની શેન પીકોક’ની કાંજીવરમ સાડી પહેરી હતી. કંગનાએ ગયા વર્ષે ‘કાન ફિલ્મ ફેસ્ટિવલ’માં રેડ કાર્પેટ ડેબ્યુ કર્યું હતું.

Comments

comments

VOTING POLL