કાપડ ઉદ્યાેગ પરથી ટેકસ સમાપ્ત કરવાની તૈયારી

February 12, 2019 at 10:53 am


સરકાર કાપડ ક્ષેત્રમાં નોકરીઆેની તકો સર્જવા માટે અને કાપડ ઉદ્યાેગને મોટામાં મોટી રાહત આપવાની તૈયારી કરી રહી છે. સરકારના વતુર્ળોએ એવી માહિતી આપી છે કે, કાપડ ક્ષેત્ર અને રેડિમેઈડ-ગારમેન્ટ ઉદ્યાેગ પરનો ટેકસ સંપૂર્ણ સમાપ્ત કરી દેવાનો પ્રસ્તાવ તૈયાર થયો છે.

આ પ્રસ્તાવને નાણા મંત્રાલયની પણ લીલીઝંડી મળી ગઈ છે. નવા પ્રસ્તાવોના આ મુસદ્દાને ટૂંક સમયમાં કેબિનેટની મંજૂરી માટે મોકલી દેવામાં આવશે.

ચાલુ માસના અંતમાં કેબિનેટમાં તેને મુકી દેવામાં આવશે. પ્રસ્તાવોના પાસ થયા બાદ કેન્દ્ર અને રાજ્ય સરકારો તરફથી લાગતા ટેકસ સંપૂર્ણપણે સમાપ્ત થઈ શકે છે. સરકારની નવી યોજના મુજબ સ્વદેશી ટેકસટાઈલ અને ગારમેન્ટ ઉદ્યાેગને ઉત્તેજન આપવા માટે સરકાર આ પગલું લેશે.

સરકારને આશા છે કે, ટેકસ જ સમાપ્ત કરી દેવાથી નોકરીઆે વધશે અને નિકાસને પણ પ્રાેત્સાહન મળશે.

નવી સ્કિમમાં સરકાર સ્વદેશી બજારમાં બનતા કાપડના નિકાસ પર લાગતા ટેકસને સમાપ્ત કરી દેશે.

અત્યારે વસ્ત્ર પરિધાન નિકાસ પર 5.2 ટકા છૂટ મળે છે અને એમઈઆઈએસ હેઠળ 4 ટકાની છૂટ મળે છે. અત્યારે અલગ-અલગ રાજ્યોમાં કાપડ ક્ષેત્રને મળેલી છૂટ અને ઈનપૂટ ટેકસ ક્રેડિટ મારફત રાહતો મળી રહી છે પરંતુ હવે સરકાર કાપડ ક્ષેત્ર પરના કરમાળખાને અત્યંત શરળ કરવા માગે છે. આમ, સ્વદેશી કાપડ ઉદ્યાેગને વધુ પ્રાેત્સાહન આપવા માટે વસ્ત્ર પરિધાન ઉત્પાદન પર ટેકસ સમાપ્ત કરી દેવાની વિચારણા બાદ આ પ્રસ્તાવ તૈયાર થયો છે.

આમ તો લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે દરેક વર્ગને આકર્ષવા માટે સરકાર રાહતના પગલાં લઈ રહી છે અને તેના ભાગરૂપે જ આ પગલું પણ ગણી શકાય છે. પ્રસ્તાવ પસાર થયા બાદ ગારમેન્ટ અને કાપડ સસ્તા થાય તેવી પણ શકયતા રહેલી છે.

Comments

comments

VOTING POLL