કારગીલ શબપેટી કાંડ, ટુ જી કાંડ, કોમનવેલ્થ કાંડ હવે રાફેલ કૌભાંડ… જનતાએ શું નેતાઆેના કૌભાંડો ગÎયા જ કરવાના છેં

December 17, 2018 at 11:16 am


રાફેલ વિમાનનો સોદો અત્યારે દેશમાં ચારેકોર ચર્ચાની એરણે છે. જેમને વિમાન શબ્દ લખતા આવડતું નથી અને ફાઈટર વિમાનની ટેકનોલોજીને કોઈ જાણતા નથી તેવા લોકો પણ અત્યારે રાફેલની ચર્ચામાં વ્યસ્ત થઈ ગયા છે. ભાજપ અને કાેંગ્રેસ વચ્ચે રાફેલ લડાકુ વિમાનની જોરદાર લડાઈ જામી છે. પાંચ રાજયોની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને અને ખાસ કરીને વડાપ્રધાનને આંચકો સહન કરવો પડયો છે અને ત્યારબાદ તરત જ રાફેલની લડાઈ ઉડવા લાગી અને હવે તે વધુ તીવ્ર બની ગઈ છે. ભાજપ અને કાેંગ્રેસ બંને એકબીજા સામે આક્ષેપોના આદાન-પ્રદાન કરી રહ્યા છે. જનતા આ બધો તમાશો જોઈ રહી છે. હજારો કરોડ રૂપિયા ખવાઈ ગયા છે તેવા આરોપો મુકવામાં આવી રહ્યા છે તો બીજી બાજુ બેરોજગારો અને ખેડૂતો આપઘાત કરી રહ્યા છે. આપણા દેશમાં ખરેખર કૌભાંડ એક એવી નેશનલ ગેઈમ બની ગઈ છે જેને શાસક અને વિપક્ષ રમતા જ રહે છે અને આ ટુનાર્મેન્ટો થતી જ રહે છે.

હિન્દુસ્તાનની કમનસીબ જનતાના ભાગ્યમાં સુખ ગણવાને બદલે કૌભાંડો ગણવાનું લખાયું છે. નેતાઆે કૌભાંડ કર્યા કરે અને પ્રજા તે ગÎયા કરે અને તેની મજા લીધા કરે. નેતાઆેને શરમ જેવી કોઈ વસ્તુ ટચ કરતી હોય તેવું લાગતું નથી અને આગુ સે ચલી આતી હૈ જેવું વાતાવરણ છે. હવે ભાજપના નેતાઆે કાેંગ્રેસના જુના કૌભાંડોના મડદા ઉખેડીને તેને નવા નવા આરોપોના કફન પહેરાવી રહ્યા છે. કાેંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીને નવો ટેમ્પો ચડયો છે. ભાજપ પાસેથી ત્રણ રાજયો આંચકી લીધા બાદ રાહુલ ગાંધીએ જાણે શિક્તનું કોઈ ટોનીક પી લીધું હોય તેમ એમનો અવાજ બુલંદ થઈ ગયો છે. વડાપ્રધાનને તેઆે હવે જાહેરમાં ચોર કહી રહ્યા છે. દિલ્હીમાં પત્રકાર પરિષદને સંબોધી ત્યારે રાહુલે આ શબ્દ રિપીટ કર્યો અને કહ્યું કે ચોકીદાર જ ચોર છે.

કારગીલના શબપેટી કૌભાંડથી માંડીને ટુ જી કૌભાંડ, કોમનવેલ્થ કૌભાંડ, આદર્શ કૌભાંડ અને હવે રાફેલ વિમાન કૌભાંડ દેશભરમાં ગાજે છે. આપણે કૌભાંડો ગÎયા કરવાના અને નેતાઆે પોત પોતાની બેન્ક બેલેન્સ ભર્યા કરે અને એકબીજા પર આરોપ મુકયા કરે અને આપણે નિરંતર આ તમાશો જોતા રહેવાનો તેવી એક સિસ્ટમ દેશમાં આકાર લઈ ગઈ છે અને તેનો કોઈ તોડ નીકળતો નથી. ખાસ કરીને સંરક્ષણ સોદાઆે ભારે વિવાદાસ્પદ રહ્યા છે. હવે આજના જમાનામાં લાંબા સમય સુધી ગુપ્તતા જાળવી રાખવી પોસીબલ નથી પરંતુ કોઈ એવો રસ્તો કાઢવાની જરૂર છે કે જયાં સંરક્ષણ સોદા પર વારંવાર ઉભા થતાં અનાવશ્યક વિવાદોથી દેશને મુિક્ત મળે.

રાફેલ સોદા પર સુપ્રીમ કોર્ટના ફેંસલામાં સરકાર અને વિપક્ષ બંને માટે એક જરૂરી સંદેશ છે અને આ સંદેશ એવો છે કે સંરક્ષણ જેવા સંવેદનશીલ વિષયને કોઈ ઠોસ આધાર વગર અદાલતમાં ખેંચવા અને રાજકીય મુદા બનાવવા તે ખરેખર ઠીક નથી અને તે તદન અયોગ્ય છે. કાેંગ્રેસે રાફેલ સોદામાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવીને સરકારને ચારેકોરથી ઘેરવાની શરૂઆત કરી હતી અને તેને ચૂંટણીનો મુદો પણ બનાવી નાખ્યો હતો. સરકારે સુપ્રીમમાં ફરીવાર અરજી કરવી પડી છે. રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાના કેટલાક અંશોને ટાંકીને ભાજપ પર અને વડાપ્રધાન પર નવેસરથી એટેક કર્યો હતો અને તેમણે એવો પાયાનો પ્રñ ઉઠાવ્યો હતો કે કેગનો રિપોર્ટ કયાં ગયોં કેગનો રિપોર્ટ પીએસીને શા માટે મળ્યો નથીં સુપ્રીમ કોર્ટને ગેરમાર્ગે કોણે દોરીં રાહુલના આવા ધારદાર સવાલો બાદ સરકારે ફરીવાર સુપ્રીમમાં અરજી કરવી પડી છે. જનતા આ તમાશો કયાં સુધી જોશે તે કહી શકાય એમ નથી.

કાેંગ્રેસ અને વિપક્ષનો આરોપ એવો છે કે યુપીએના શાસન દરમિયાન કુલ 126 ફાઈટર જેટ ખરીદવાનો નિર્ણય થયો હતો પરંતુ મોદી સરકારે કેવળ 36 ફાઈટર જેટ ખરીદીનો સોદો કર્યો. યુપીએ શાસનમાં એક વિમાનના રૂા.526 કરોડ નકકી થયા હતાં પરંતુ મોદી સરકારે એક વિમાનના રૂા.1670 કરોડ નકકી કર્યા છે તો આટલી બધી રકમ એટલે કે ત્રણ ગણી રકમ એક વિમાન માટે શા માટે નકકી કરીં તેવો પ્રñ પણ ચર્ચામાં છે. સરકાર આૈપચારિક રીતે આ વિમાનોની કિંમત બતાવતી નથી અને તેની દલીલ એવી છે કે જો લડાકુ વિમાનોની સાચી કિંમત જાહેર કરવામાં આવે તો શત્રુઆેને તેની મારક ક્ષમતા અને તેની સાથે જોડાયેલા ઉપકરણો વિષે અંદાજ લગાવવામાં સરળતા થઈ જશે માટે તેને સાર્વજનિક કરી શકાય નહી. પરંતુ સત્ય એ છે કે આજના જમાનામાં લાંબા સમય સુધી ગુપ્તતા જાળવી રાખવી પોસીબલ નથી. તો પછી બધાએ ભેગા મળીને સંરક્ષણ સોદાના વિવાદ ઉભા જ ન થાય તેવો જ કોઈ રસ્તો કાઢવાની જરૂર છે કારણકે હવે પાણી માથા ઉપરથી જઈ રહ્યું છે. નેતાઆેની છાપ લોકોમાં વધુ ખરાબ થઈ રહી છે. વારંવાર સંરક્ષણ જેવા સંવેદનશીલ સોદાઆેમાં ખાયકીના આરોપ થાય છે ત્યારે વિશ્વ આખું દાત કાઢે છે અને ભારતની પ્રતિષ્ઠાને ભયંકર હાની પહાેંચે છે.

આ બધી હકીકતોનો નેતાઆેએ ખ્યાલ રાખવાની જરૂર છે. શાસક અને વિપક્ષ બંનેએ આવા કૌભાંડો અંગે સંયમ રાખવાની જરૂર છે અને બની શકે તો આવા કૌભાંડો પેદા જ ન થાય તેવો રસ્તો પ્રમાણિકતા સાથે કાઢવાની જરૂર છે. રાજકીય પક્ષોએ સંકિર્ણ રાજનીતિ અને સ્વાર્થી રાજનીતિની ગંદકીમાંથી બહાર નીકળીને હવે નીતિમતાની ખુશ્બુ ફેલાવવાની જરૂર છે. કારણકે આજે લોકો હંમેશ માટે બેવફુક બને તેવા રહ્યા નથી હવે તો કોમનમેનને પણ બધુ સમજાય છે.

Comments

comments

VOTING POLL