કાર પલ્ટી જતા સગા બહેન ભાઇના મોત

September 6, 2018 at 2:42 pm


મુળ જુનાગઢના માણાવદર ગામથી સાવરકુંડલાના કુકડ તરફ જઇ રહ્યા હતા ત્યાર ેવહેલી સવારે બનેલી ઘટનામાં એકને ગંભીર ઇજા

ભાવનગર જિલ્લાના જેસર નજીક આજે વહેલી સવારે qક્રએટા કાર પલ્ટી જતાં જુનાગઢ પંથકના સગા બહેન-ભાઇને ગંભીર ઇજાઆે થતાં ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય એકને ઇજાઆે થતાં સારવાર અથ£ હોસ્પિટલમાં ખસેડાયા હતા.
ઘટના અંગેની જેસર પોલીસ સુત્રોથી ઉપલબ્ધ થયેલી પ્રાથમિક વિગતો મુજબ જુનાગઢના માણાવદર ગામે રહેતા હરપાલસિંહ ચુડાસમા, આશાબા ચુડાસમા અને ઇન્દ્રજીતસિંહ qક્રએટા કાર લઇ સાવરકુંડલાથી કુકડ ગામ તરફ જઇ રહ્યા હતા ત્યારે આજે વહેલી સવારે જેસર નજીકથી પુરપાટ ઝડપે પસાર થઇ રહેલી qક્રએટા કાર પલ્ટી ખાઇ રોડ પરથી નીચે ખાબકતા હરપાલસિંહ ચુડાસમા (ઉ.વ.34) અને આશાબા ચુડાસમા (ઉ.વ.આ.33)ને ગંભીર ઇજા થતાં બન્નેના મોત નિપજ્યા હતા. જ્યારે ઇન્દ્રજીતસિંહને ઇજાઆે થતાં સારવાર અથ£ હોસ્પિટલમાં ખસેડાયા હતા.ઘટનાની જાણ થતાં જેસર પોલીસ મથકના પોસઇ વી.એ.જાડેજા સહિતના કાફલાએ દોડી જઇ મૃતકોના મૃતદેહનો કબ્જો પોસ્ટ મોર્ટમ અથ£ હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Comments

comments