કાલથી ગિરિવર પરિક્રમાનો પ્રારંભ

November 7, 2019 at 11:44 am


Spread the love

હરિયાળી ગીર છે રૂડી પવિત્ર પ્રેમ ઘેલુડી…. એવી ગિરનારની પવિત્ર તળેટીમાં નવનાથ ચોસઠ જોગણીઆે ચોર્યાસી સિદ્ધાે 52 પીર અને 33 કરોડ દેવતાઆેનો વાસ છે તેવા ઐતિહાસિક ગિરિવર ગિરનારની ફરતે દર વર્ષે પારંપરિક રીતે યોજાતી ભાતીગળ લીલી પરિક્રમાનો તારીખ 8 નવેમ્બર મધરાત્રે થી 12 નવેમ્બર પૂનમ સુધી પાંચ દિવસ લીલા વૈવિધ્ય સભર વાતાવરણમાં ભજન ભોજન અને ભકિતનો ત્રિવેણી સંગમ યોજાશે. પાંચ દિવસની પરિક્રમા અને વાતાવરણના લીલા વૈવિધ્ય સાથે જોડીને આ યાત્રાના લીલી પરિક્રમા નામ અપાયું હોય તેમ મનાય છે.
ગરવા ગિરનારની ગોદમાં વર્ષે દહાડે બે લોક પર્વ ઉજવાય છે એક મહાશિવરાત્રીનો મેળો અને ગીરનાર લીલી પરિક્રમા શિવરાત્રીનો મેળો ધામિર્ક ભાવના અને આનંદનો સંગમ છે જ્યારે લીલી પરિક્રમા નખ સીસ ધામિર્ક ભાવના સાથે જોડાયેલી છે. જેનુ લાખો ભાવિકો અનેરું મહાત્મ્ય છે. દેશના ખૂણે ખૂણેથી આ પરિક્રમામાં આવનાર લાખો ભાવિકો આગામી તારીખ 8 ને કારતક સુદ અગીયારસથી ભગવાન ભવનાથ મહાદેવના દર્શન કરી પુÎયનું ભાથું બાંધવા ગિરનારની પાવનકારી પરિક્રમા લીલી પરિક્રમાનો પ્રારંભ કરશે. ગિરિવર ગિરનારની ફરતે ચાર દિવસ અને ત્રણ રાત્રી સુધી 36 કિલોમીટરના વિસ્તારમાં ભાવિકો પગપાળા ફરી યાત્રાનો લાહવો માણસે. લીલી પરિક્રમામાં આવતા યાત્રિકો દામોદર કુંડ ખાતે સ્નાન કરી અને ભવનાથ ખાતે રાવટીઆે તથા ધર્મસ્થાનોમાં ધર્મશાળાઆે માં રાત્રે રોકાણ કરે છે.
લીલી પરિક્રમામાં ભાગ લેવા આવતા યાત્રિકો કારતક સુદ 11 ના રોજ પ્રથમ રાત્રિનું રોકાણ ભવનાથ તળેટીમાં જ કરે છે. કારતક સુદ બારસને વહેલી સવારે બમ બમ ભોલે જય ગિરનારી જય ગુરુદત્ત ના પ્રચંડ નાદ સાથે આ કામણગારી ધરાને ખુંદતા પરિક્રમાનો આનંદ કરે છે. હળવદ સાજણા માંથી પસાર થતા પંથને કાપતા કાપતા અને વન્ય સૃિષ્ટને નિહાળતા પરિક્રમાવાસીઆે જીણાબાવાની મઢીએ પહાેંચીને પરિક્રમાનો પ્રથમ વિસામો કરે છે. ત્યાં મોટી સંખ્યામાં બિરાજતા અલગારી સાધુ-સંતો ના દર્શન નો પણ લહાવો મળે છે.
કારતક સુદ તેરસના દિવસે પરિક્રમા મા આવતા યાત્રાળુઆે જીણાબાવાની મઢી થી પરિક્રમા ત્રીજા દિવસ નો આરંભ કરે છે. આ યાત્રા ત્યાંથી માળવેલા પહાેંચે છે આ ભાગમાં રસ્તામાં ઘટાટોપ જંગલ આવે છે તેમજ માળવેલાની જગ્યાએ નળરાજા એ અર્ધ વસ્ત્રે દમયંતી નો ત્યાગ કર્યો હોય તેવું કહેવાય છે. ભાવિકો આ જગ્યાએ ત્રીજા દિવસનો થાક ઉતારવા કુદરતના ખોળે મીઠી Kઘ લે છે. માળવેલા નો રસ્તો ટેકરા વાળો હોય તેની ફરતે ગી ચ વૃક્ષો અને રસ્તામાંથી ખળખળ વહેતા ઝરણા સાથે પ્રકૃતિનો આનંદ માણવો અલભ્ય લાવો છે.
માળવેલાથી યાત્રા સુરજકુંડ પહાેંચે છે સુરજકુંડ નજીક અગાઉ પરશુરામ નો આશ્રમ હતો આ ક્ષેત્રને પરશુરામ સ્થળ પણ કહેવાય છે ત્રણ દિવસનો ગિરિવર ગિરનારની પરિક્રમા નો થાક ઉતારીને ભાવિકો ગિરનાર પર્વતની પૂર્વમાં થઈને દક્ષિણ તરફ આગળ વધે છે અને બોરડીના વૃક્ષના સાનિધ્યમાં બિરાજતા બોરદેવી માતાજીના દર્શન કરી ધન્યતાની લાગણી અનુભવે છે. આ સ્થળે પ્રકૃતિનું કુદરતી સા¦દર્ય ખરેખર માણવા લાયક છે. બોરદેવી ના સ્થાન નજીક લાખા મેડી નુ સ્થાન છે. આ જગ્યાએ ખોદકામ દરમિયાન એક સ્તંભ અને પથ્થરની ખંડિત મૂતિર્આે, પથ્થર ની પેટી, સોના ચાંદી અને તાંબાના ડાબલા, તથા મહારાજ રુદ્ર સેન વિહાર એ ભિક્ષુ સંધીય શબ્દ એ લખેલી મુદ્રાઆે પણ મળી આવી હતી.
બોરદેવી ખાતે રાત્રી રોકાણ કર્યા બાદ કાતિર્કી પૂનમના શુભદિને પાંચમા દિવસની યાત્રા ખેડી પરિક્રમા મા આવતા લાખો લોકો ભવનાથ તળેટી ખાતે પહાેંચી સારી ક્ષમતાની કસોટી કરતી આ ગિરિવર ગિરનારની લીલી પરિક્રમા ને અલભ્ય આનંદ સાથે પૂણાર્હુતિ કરે છે.લીલી પરિક્રમામાં યાત્રિકોએ યાત્રા ના દિવસો વખતે ખોરાક દવા વિસ્તાર અને ઉપયોગી તમામ સાધનો સાથે રાખે છે વિરામ અને રાત્રિ રોકાણ દરમ્યાન લાકડાં વીણી ચૂલો સળગાવી ભોજન પકાવીને જમે છે. પરિક્રમાની અંદર સેવાભાવી સંસ્થાઆે મારફત દરેક જગ્યાએ યાત્રિકોને કોઈપણ જાતની મુશ્કેલી ન પડે તે માટે ભોજન ચા પાણી પુરા પાડવાની ખૂબ જ સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવે છે.
વિવિધ ક્ષેત્ર દ્વારા તો ચોખા ઘીના શીરો ઉપરાંત જલેબી ગરમાગરમ ગાંઠિયા પંજાબી ભજીયા સહિતની વિવિધ વસ્તુઆે ભાવિકોને પીરસવામાં આવે છે યાત્રાળુઆે યાત્રા ના દિવસો દરમ્યાન ભોજન પતાવી પ્રકૃતિના ખોળે પથારી પાથરી મીઠી Kઘ લે છે. પરિક્રમા ના દિવસો દરમ્યાન વન ચરો ભાગ્યે જ જોવા મળે છે. આ વર્ષે વરસાદ સારો થયો હોવાથી જંગલ ના તમામ નદી-નાળાઆે અને રસ્તાઆે પરથી ખળખળ વહેતા ઝરણા આે તેમજ લીલીછમ હરિયાળી એવું જંગલ આ વખતે પરિક્રમાવાસીઆે ને અનોખો લાભ મળશે.
ચાર દિવસ સુધી પગે ચાલીને થતી આ લીલી પરિક્રમા કરવી એટલે મોક્ષ નું ભાથું બાંધવા સમાન છે લીલી પરિક્રમા સાથે પ્રકૃતિ અને સા¦દર્યને નજીકથી નિહાળવાનો અલભ્ય લહાવો પણ આ પરિક્રમા દ્વારા માણવા મળે છે. પાંચ દિવસને ગિરનારને ફરતી લીલી પરિક્રમા ખૂબ જ કઠિન હોવાનું મનાય છે છતાં આસ્થા અને શ્રધ્ધાના સંગાથે નાના બાળકોથી લઇ અબોલ વૃદ્ધાે સહુ કોઈ ભાવિકો લીલી પરિક્રમામાં હોસે હોસે ભાગ લેવા જોડાય છે. ધર્મ પ્રકૃતિ અને માનવ સ્નેહા ત્રિવેણી સંગમ સમી લીલી પરિક્રમામાં ભાગ લેવા દેશભરમાંથી લાખો ભાવિકો ઉમટી પડે છે. ગિરનારની પરિક્રમા વિવિધ પ્રદેશ જાતિના લોકોમાં ભાઈચારાની ભાવના સાથે પરસ્પર ઉપયોગી થયાની ભાવના નું દર્શન પણ કરાવે છે. પરિક્રમાનો આનંદ જીવનભરનું સંભારણું બની જાય છે અને એક વખત આવે તે વર્ષોવર્ષ યાત્રાએ આવે છે.