કાલનું પરિણામ દેશને નવી દિશા આપશે

May 22, 2019 at 9:27 am


આવતીકાલનો દિવસ દેશ માટે ઘણો મહત્વનો સાબિત થનાર છે. કાલે લોકસભાની ચૂંટણીના પરિણામ આવવાના છે અને આવતા પાંચ વર્ષ માટે દિલ્હીની ગાદીએ કોણ બેસશે તે નક્કી થવાનું છે ત્યારે તમામ મોરચે ઉત્તેજના જોવા મળી રહી છે. આમ તો એકિઝટ પોલને કારણે દેશની જનતાને પરિણામોના સંકેત મળી ગયા છે અને ફરી એક વાર મોદી સરકાર સત્તા ઉપર આવશે તેવું લાગી રહ્યું છે પરંતુ વિપક્ષ હજુ આ એકિઝટ પોલ ખોટા પડશે તેવી ગણતરી રાખી રહ્યો છે.
આ વખતના એકિઝટ પોલ પણ આ બિઝનેસ મોડલનો જ ભાગ છે પણ એ છતાં આ એકિઝટ પોલમાં જે બે સીનારિયોની આગાહી કરાઈ છે તે રસપ્રદ છે. આ સીનારિયો સાચા પડશે કે નહીં તેની ખબર તો કાલે જ પડશે પણ એકિઝટ પોલની આગાહી પ્રમાણે થાય તો આ દેશના રાજકારણની તરાહ બદલાઈ જાય તેમાં શંકા નથી. આ બે સીનારિયો ઉત્તર પ્રદેશ અને પિમ બંગાળની બેઠકોને લગતા છે
ઉત્તર પ્રદેશ દેશનું સૌથી મોટું રાય છે ને લોકસભાની ૮૦ બેઠકો સાથે દિલ્હીમાં કોણ ગાદી પર બેસશે તે નક્કી કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ભાજપે ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશની ૮૦માંથી પોતે ૭૧ ને સાથી પક્ષ અપના દળની ૨ મળીને કુલ ૭૩ બેઠકો જીતીને સપાટો બોલાવી દીધેલો. આ વખતે માયાવતીની બહત્પજન સમાજ પાર્ટી અને અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટી સાથે મળીને ચૂંટણી લડા છે. એ સિવાય કોંગ્રેસ અને અજિતસિંહની રાષ્ટ્ર્રીય લોકદળનો પણ મોરચો છે પણ મુખ્ય જગં ભાજપ વર્સીસ મહાગઠબંધન એટલે કે માયાવતી–અખિલેશની જુગલ જોડી વચ્ચે છે.
ઉત્તર પ્રદેશ જેવાં જ રસપ્રદ તારણો પિમ બંગાળની બેઠકોને લગતાં છે. ભાજપે ૨૦૧૪માં આખા દેશમાં સપાટો બોલાવ્યો ને નરેન્દ્ર મોદી ફરી વળ્યા એ વખતે ભાજપ સામે જે નેતા અડીખમ ઊભા રહ્યા તેમાં એક મમતા બેનરજી હતાં. પિમ બંગાળમાં લોકસભાની ૪૨ બેઠકો છે ને દેશમાં બેઠકોની સંખ્યાની રીતે ઉત્તર પ્રદેશ ને મહારાષ્ટ્ર્ર પછી પિમ બંગાળ ત્રીજા નંબરે છે. મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસે ૨૦૧૪માં ૪૨માંથી ૩૪ બેઠકો જીતી હતી. કોંગ્રેસે આખા દેશમાંથી ૪૪ બેઠકો જીતી હતી ત્યારે મમતા બેનરજી એકલા બંગાળમાંથી ૩૪ બેઠકો જીતી લાવ્યાં એ બહત્પ મોટી વાત કહેવાય.
આ વખતે એકિઝટ પોલના તારણો જોઈએ તો બંગાળમાં મમતાનો પક્ષ વધુ બેઠક મેળવશે પણ તેને ઘણી સીટનું નુકસાન પણ જશે. બંગાળમાં ભાજપને આક્રમક: પ્રચારનો ફાયદો થશે તેવું લાગી રહ્યું છે.ભાજપને ઉત્તરપ્રદેશ ઉપરાંત કોંગ્રેસ સાશિત રાયોમાં નુકસાન થશે તો તેની ભરપાઈ નોર્થ ઇસ્ટના રાયોમાંથી થઇ જશે તેવી ધારણા રાખવામાં આવી રહી છે.
એકંદરે પરિણામો ઘણા નેતાઓને ઘણી રીતે આશ્ચર્ય જન્માવે તેવા આવશે સાથોસાથ દેશને નવી દિશા આપે તેવા હશે તેવું લાગી રહ્યું છે. વાસ્તવિક પરિણામો આવવાને હવે ગણતરીના કલાકો જ બચ્યા છે

Comments

comments

VOTING POLL