કાલાવડના ખેરડી ગામે માતા–પુત્રી પર હુમલો

April 20, 2019 at 10:40 am


કાલાવડના ખેરડી ગામે રહેતા દેવીપૂજક માતા-પુત્રી પર ધોકા, પાઈપ વડે હુમલો થતાં ચકચાર મચી જવા પામી છે. ઘવાયેલા બન્નેને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ ખેરડી ગામે રહેતા અમીતાબેન જગદીશભાઈ ઝાલા ઉ.વ.50 નામના દેવીપૂજક પ્રૌઢા અને તેની પુત્રી લતા ઉ.વ.20 ગઈકાલે બપોરે તેના ઘેર હતા ત્યારે રવજી વેરશી પરમાર, ભીખા વેરશી સહિતનાઓએ ધસી આવી ધોકા, પાઈપ વડે હુમલો કરતા તેને વધુ સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ છે.
જયારે બીજા બનાવમાં ખેરડી ગામે રહેતી વાલીબેન વજુભાઈ વાઘેલા ઉ.વ.60 નામની દેવીપૂજક વૃધ્ધા ઘેર હતી ત્યારે જકશી અને સાગર નામના શખસે ધોકા, પાઈપ વડે હુમલો કરતા તેને વધુ સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ છે.

Comments

comments

VOTING POLL