કાલાવડના પુસ્તક પરબ દ્વારા કાલથી વાંચન સમર્થન અભિયાન

June 20, 2018 at 10:34 am


આજના ડીજીટલ યુગમાં વાંચન પર રૂચિ ઘટી રહી છે ત્યારે કાલાવડ (શિતલા)ની પૂસ્તક પરબ સંસ્થા દ્વારા તા.21-6-2018થી તા.27-7-2018 સુધી વાંચન સમર્થન અભિયાન ચલાવવામાં આવશે. આ અંગે વધુ વિગત આપતા વાંચન સમર્થન અભિયાનમાં ઇન્ચાર્જ મુકેશભાઇ દાણીધારીયાએ જણાવ્યુ હતું કે આજકાલ લોકો પુસ્તક વાંચનથી દુર થઇ રહ્યા છે માટે લોકોમાં સારા પુસ્તકોના વાંચનથી અભિરૂચિ વધે તે માટે પુસ્તક પરબ સંસ્થા દ્વારા કાલાવડના દરેક વિસ્તારમાં નિશ્વિત લોકોનો સંપર્ક કરી વાંચનનું મહત્વ સમજાવતા પુસ્તક આપી, આ અભિયાનને આગળ વધારવા સમર્થન માંગવામાં આવશે. આ અભિયાનને સફળ બનાવવા પુસ્તક પરબના કિન્વનર કીરીટભાઇ ઉધાસ સંકલન કતાર્ અશોકભાઇ ઠાકર, રમેશભાઇ આશર, જયુભા જાડેજા, હસુભાઇ વોરા, મજીદભાઇ બ્લોચ, ભુમિતભાઇ ફળદુ, વિરૂભાઇ આશરા સહિતની ટીમ કામ કરી રહી છે.

Comments

comments

VOTING POLL