કાલાવડ તાલુકાના ટોડા ખાતે રાજપુત સમાજવાડી અને રાજપૂત ભોજનશાળાનું નામકરણ અને લોકાર્પણ થયું

February 12, 2018 at 10:30 am


કાલાવડ તાલુકાના ટોડા ગામે તા.28-1-2018ના રોજ નવનિમિર્ત રાજપૂત સમાજવાડીને ડે. કલેકટર પંકજસિંહજી કે. જાડેજા રાજપૂત સમાજવાડી ટોડા નામ આપવામાં આવ્યું થોડા સમય પહેલા અવસાન પામેલા ડે. કલેકટર સ્વ. પંકજસિંહજી અહીના પનોતા પુત્ર હતા, જેમણે સમગ્ર રાજયમાં કર્તવ્યનિષ્ઠ અને પ્રામાણિક અધિકારી તરીકે નામના પ્રાપ્ત કરી છે, તેમની સ્મૃતિને વતનમાં કાયમી સ્વરૂપે જાળવી રાખવા નવનિમિર્ત સમાજવાડી સાથે તેમનું નામે જોડવામાં આવ્યું.

ગામમાં ઘણા વર્ષોથી સેવારાત ઉતારાને પૂર્ણ રીતે નવનિમિર્ત કરી તેને ભોજનશાળાનું સ્વરૂપ આપવામાં આવ્યું અને તેની સાથે અહીના આગેવાન જયેન્દ્રસિંહજી જાડેજા (નિવૃત ડીવાયએસપી)ના સ્વર્ગસ્થ ધર્મપિત્ન ચંદ્રાકુમારીબાની સ્મૃતિમાં તેનું નામકરણ ચંદ્રાકુમારીબા જયેન્દ્રસિંહજી જાડેજા રાજપૂત સમાજવાડી (ભોજનશાળા) કરવામાં આવ્યું.

આ બન્ને સમાજવાડીઆેનું લોકાર્પણ દાણીધારની પ્રસિધ્ધ જગ્યાના મહંત સુખદેવજીબાપુના વરદ હસ્તે કરવામાં આવ્યું, લોકાર્પણ પછી આગેવાનો દ્વારા મહંતનું સન્માન કરવામાં આવ્યું, સમાજભવન માટે અનુદાન આપનાર પંકજસિંહજીના પિતા પ્રાેફે.કે.યુ.જાડેજા અને નિવૃત ડીવાયએસપી જયેન્દ્રસિંહજી જાડેજાએ બન્નેનું મહંતના હાથે પાઘડી પહેરાવીને સન્માન કરવામાં આવ્યું.

આ તકે પ્રાેફે.કે.યુ.જાડેજાએ મહિલા મંડળ રચીને મહિલા વિકાસની પ્રવૃતિઆે હાથ ધરવા સૂચન કયૂર્ તેમજ ગામમાં શૈક્ષણિક વિકાસ માટે સરકારને ગામમાં હાઈસ્કૂલ સ્થાપવા રજૂઆત કરવાનું સુચવ્યું ટોડા ગામ વ્યસન મુકત યુવાનોનું ગામ બને તેવો અનુરોધ પણ યુવાનોને કર્યો.

આ સમારંભમાં રાજપૂત સમાજ સહિતના અન્ય ગ્રામજનોની મોટી સંખ્યામાં હાજરી હતી, સમારંભમાં મોટી સંખ્યામાં મહિલાઆેની હાજરી એ નાેંધનીય બાબત છે, આજુબાજુના ગામ તથા અન્ય સ્થળે વસ્તા ટોડાવાસીઆે પણ સારી સંખ્યામાં ઉપસ્થિત હતા, જેમાં રાજકોટથી પ્રાેફે. ડો.કે.યુ. જાડેજા, ઉપલેટા રાજપુત સમાજના ઉપપ્રમુખ ઉદયસિંહ જાડેજા તથા મંત્રી આઇ.ડી. જાડેજા, લીબડીના સામાજીક આગેવાન જયેન્દ્રસિંહજી દિગ્વીજયસિંહજી રાણા, જામખંભાળિયા રાજપૂત સમાજના પૂર્વ પ્રમુખ ઘનશ્યામસિંહ જાડેજા, ગાેંડલ શહેર સુધરાઇ સભ્ય આેમદેવસિંહ જાડેજા, જામનગરથી બહાદુરસિંહજી જાડેજા તેમજ ગુજરાત આયુર્વેદ યુનિવસ}ટીના ડેપ્યુટી રજીસ્ટ્રાર ડો. અજયસિંહ કે. જાડેજા તેમજ કાલાવડ માર્કેટીગ યાર્ડના ડાયરેકટર બળદેવસિંહ જાડેજાની હાજરી ઉલ્લેખનીય છે, સ્થાનિક આગેવાનોમાં ટોડા ગામના સરપંચ જીતુભા, ગંભીરસિંહજી શિવુભા, ગજુભા બાપુ, હરીસિંહજી, ચંદ્રસિંહજી, કિરીટસિંહજી બાપુ, ઘનશ્યામસિંહ કુંભાજી, ગુલાબસિંહ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી ખરેડી ગામના સરપંચ બહાદુરસિંહ, માછરડા ગામના સરપંચ પંકજસિંહ, ફગાસ ગામના સરપંચ જયદિપસિંહ, ભંગડા ગામના ઇન્દુભાની હાજરી ઉલ્લેખનીય છે.

આ બન્ને સમાજવાડી માટે છેલ્લા એક વર્ષ સુધી સતત પોતાની અમુલ્ય સેવાઆે આપવા માટે જયેન્દ્રસિંહજી શિવુભા જાડેજા, ચંદ્રસિંહજી શિવુભા, ગજુભાબાપુ, સતુભા મલુજી જાડેજા, પરાક્રમસિંહ વિભાજી, જશુભા તેમજ નરેન્દ્રસિંહજી બાપાલાલ જાડેજાની સેવાઆેની નાેંધ સમગ્ર ગામ તથા સમાજે ભાવપૂર્વક લીધેલ હતી.

Comments

comments

VOTING POLL