કાલાવડ રોડ પરથી દેશી પિસ્તોલ, કાટિર્સ સાથે ગરાસિયા શખસ ઝબ્બે

December 7, 2018 at 3:38 pm


શહેરમાં કાયદો-વ્યવસ્થા જાળવવાના પોલીસના અભિયાન દરમિયાન એસઆેજીએ ચોકકસ બાતમીના આધારે કાલાવડ રોડ પર શ્રીજી હોટલ નજીકથી દેશી પિસ્તોલ અને કાર્ટીસ સાથે ગરાસીયા શખસને ઝડપી લઈ આકરી પુછપરછ કરતા જમીન-મકાનના ધંધાથ}ને પૈસાની ઉઘરાણીના મામલે થતી હોય તેના ડરથી સ્વરક્ષણ માટે રાખ્યું હોવાનું અને ત્રણ વર્ષ પહેલા શાપરમાંથી કિશોર સોલંકી પાસેથી લીધાની કબુલાત આપતા પોલીસે તેની વધુ પુછપરછ માટે રીમાન્ડની માગણી સાથે કોર્ટ હવાલે કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ શાપરના કિશોર સોલંકીને ઝડપી લેવા ચક્રાે ગતિમાન કર્યા છે.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ કાલાવડ રોડ પર આવેલ શ્રીજી હોટલ નજીક એક શખસ ગેરકાયદેસર હથીયાર સાથે આવ્યો હોવાની ચોકકસ બાતમીના આધારે ડીસીપી મનોહરસિંહ જાડેજાની સુચનાથી એસીપી જયદીપસિંહ સરવૈયા, એસઆેજીના પીઆઈ એસ.એન.ગડુની રાહબરી હેઠળ પીએસઆઈ આે.પી.સિસોદીયા, એચ.એમ.રાણા, જમાદાર આર.કે.જાડેજા, મનરૂપગીરી, ધમભા, ચેતનસિંહ, અનીલસિંહ સહિતના સ્ટાફે વોચ ગોઠવી શંકાસ્પદ શખસને અટકાવી પુછપરછ કરતા તે રેલનગરમાં આવેલ ગંગોત્રી પાર્કમાં રહેતો અને જમીન-મકાનનો ધંધો કરતો અજયસિંહ ઉર્ફે રીસ્કી ભાણુ કનકસિંહ જાડેજા હોવાનું જણાવતા પોલીસે તેની તલાશી લેતાં તેની પાસેથી દેશી બનાવટની પિસ્તોલ અને બે જીવતા કાર્ટીસ મળી આવતા પોલીસે તેની ધરપકડ કરી 10,200ની કિંમતના પિસ્તોલ-કાર્ટીસ કબજે કરી વધુ પુછપરછ હાથ ધરી છે.
પોલીસની વધુ પુછપરછમાં દેશી હથીયાર સાથે પકડાયેલો શખસ જમીન-મકાનનો ધંધો કરતો હોય પૈસાની લેતી-દેતી બાબતે માથાકુટ થતી હોવાના ડરથી સ્વરક્ષણ માટે ત્રણ વર્ષ પહેલા શાપરના કિશોર સોલંકી પાસેથી લીધું હોવાની કબુલાતના આધારે વધુ પુછપરછ માટે રીમાન્ડની માગણી સાથે કોર્ટ હવાલે કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

Comments

comments

VOTING POLL