કાલાવડ રોડ સ્વિમિંગ પુલનું ભરઉનાળે મેઈન્ટેનન્સ: તરવૈયાઓને ૩૦મી સુધી રજા

May 25, 2019 at 5:04 pm


સામાન્ય રીતે સ્વિમિંગ પુલનું મેઈન્ટેનન્સ શિયાળામાં અથવા તો ચોમાસામાં કરવામાં આવતું હોય છે જેથી ઉનાળાના ચાર મહિના દરમિયાન તરવૈયાઓ સ્વિમિંગ પુલનો સારી રીતે લાભ લઈ શકે પરંતુ આર્યજનક રીતે રાજકોટ મહાપાલિકા દ્રારા કાલાવડ રોડ સ્વિમિંગ પુલનું હાલ ભરઉનાળે મેઈન્ટેનન્સ કરવામાં આવ્યું હોય તરવૈયાઓ માટે તા.૩૦મી સુધી રજા જાહેર કરવામાં આવી છે. વધુમાં આ અંગે મહાપાલિકાના સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ, કાલાવડ રોડ સ્વિમિંગ પુલ તા.૨૭થી તા.૩૦ મે દરમિયાન મેઈન્ટેનન્સના કારણોસર બધં રાખવામાં આવનાર હોય આ સમયગાળા દરમિયાન તરવૈયાઓ માટે રજા રહેશે

Comments

comments

VOTING POLL