કાલે કોંગ્રેસ વર્કિગ કમિટીની બેઠક: રાહલ ગાંધીની રાજીનામાની ઓફર

May 24, 2019 at 10:46 am


સમગ્ર દેશમાં કોંગ્રેસના કરુણ રકાસ બાદ રાજીનામાની મોસમ પૂરબહારમાં ખીલી હોય તેવી રીતે ઠેકઠેકાણેથી રાજીનામા પડી રહ્યા છે. દરમિયાન કોંગ્રેસના સુકાની રાહલ ગાંધીએ પરાજય સ્વીકારી પોતાનું રાજીનામું ધરી દેવાનું મન બનાવી લીધું છે. આવતીકાલે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળવા જઈ રહી છે જેમાં રાહલ ગાંધી રાજીનામું આપી શકે છે. તેઓ પરિણામો બાદ યોજાયેલી પત્રકાર પરિષદમાં જ રાજીનામું આપી દેવા માગતાં હતા પરંતુ સોનિયા ગાંધીના ઈનકારથી તેઓએ આ પગલું ભર્યું નહોતી.

આ બધાની વચ્ચે ઉત્તરપ્રદેશના કોંગ્રેસ પ્રમુખ રાજ બબ્બરે પોતાનું રાજીનામું રાહલ ગાંધીને મોકલી દીધું છે. રાજ બબ્બરે જણાવ્યું કે યુપીમાં પરાજય મારા કારણે જ થયો છે અને પરાજય માટે હં જ દોષિત છું તેથી મને આ પદ ઉપર રહેવાનો કોઈ અધિકાર નથી.
પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાએ જણાવ્યું કે હં આશા રાખું કે નવી સરકાર લોકતાંત્રિક રીતે ચાલશે.

Comments

comments

VOTING POLL