કાલે ગરવા ગિરનારને આંબવા દેશભરના 423 સ્પર્ધકો દોટ મુકશે

February 3, 2018 at 11:50 am


જૂનાગઢમાં કાલે તા.4 ફેબ્રુઆરીના રોજ શિયાળાની ઠંડી વચ્ચે ગરવા ગિરનારને આંબવા રાષ્ટ્રીયકક્ષાની 11મી ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાશે જેમાં રાજ્યભરમાંથી 423 સ્પર્ધકો ભાગ લેશે જેમાં સિનિયર ભાઈઆે 234, જુનિયર ભાઈઆે 113 મળી કુલ 347 તથા સિનિયર બહેનો 39 અને જુનિયર બહેનો 33 મળી કુલ 72 સ્પર્ધકો ભાગ લેશે.

આ સ્પર્ધામાં 10 રાજ્યના 423 સ્પર્ધકોએ દાવેદારી નાેંધાવી છે જેમાં ગુજરાતના 101, મહારાષ્ટ્રના 34, દીવના 52, હરિયાણાના 34, રાજસ્તથાનમાંથી સૌથી વધુ સ્પર્ધકો 103, ઉત્તર પ્રદેશમાંથી 27, પંજાબમાંથી 1, મધ્યપ્રદેશમાંથી 49, આેરિસ્સા 17, તેલંહગણામાંથી 4 મળી કુલ 423 સ્પર્ધકો ભાગ લેશે.

રાષ્ટ્રીયકક્ષાની સ્પર્ધામાં પ્રથમ વિજેતાને 50 હજાર, દ્વિતીય વિજેતાને 25 હજાર, તૃતીયને 15 હજાર, ચતુર્થને 12,500, પાંચમા ક્રમે વિજેતાને 10 હજાર, છઠ્ઠાને 7 હજાર, સાતમાને 6 હજાર, આઠમાને 5 હજાર, નવમાં યુવાનને 4 હજાર, 10માને 3 હજાર એમ ચારેય ગ્રુપના પ્રતિ એકથી દસ વિજેતાને કુલ 1,37,500 લેખે કુલ 5,50,000ના ઈનામો આપવામાં

આવશે તેમજ શિલ્ડ, ટ્રાેફી, પ્રમાણપત્રો આપવામાં આવશે.

તા.4 જાન્યુઆરીને રવિવારે સવારે યોજાનારી ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં સ્પર્ધકોને પ્રાેત્સાહિત તથા ફલેગ આેફ આપવા કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયા, રમત-ગમત મંત્રી ઈશ્વરભાઈ પટેલ, મેયર આÛશિક્તબેન મજમુદાર, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય ભીખાભાઈ જોશી, કમિશનર વી.જે. રાજપૂત, કલેકટર ડો.રાહુલ ગુપ્તા, યુથ કલ્ચરલ કમિશનર એમ.એ. ગાંધી તથા સ્થાનિક કોર્પોરેટરો એભા કટારા, મોહન પરમાર સહિતનાઆે ઉપસ્થિત રહેશે.

રાષ્ટ્રીયકક્ષાની ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં કલેકટર ડો.રાહુલ ગુપ્તાની દેખરેખ તળે નાયબ કલેકટર પી.વી. અંતાણી તથા જિલ્લા રમત-ગમત અધિકારી વિશાલ દિહોરાના માર્ગદર્શન નીચે સ્પર્ધાની તૈયારીને આખરી આેપ આપવામાં આવી રહ્યાે છે તેમજ તમામ તૈયારીઆે પૂર્ણ કરવામાં આવી છે. સ્પર્ધા સીસીટીવીના નિદર્શનમાં યોજાશે. પ્રારંભથી લઈ અંત સુધી સીસીટીવી દેખરેખ તળે સંપૂર્ણ સ્પર્ધા યોજાશે. તેમજ સ્પધર્શમાં સલામતી બંદોબસ્ત માટે આઈજી રાજકુમાર પાન્ડિયનના માર્ગદર્શન નીચે એસપી નિલેશ જાંજડિયા, ડીવાયએસપી રાણા, એલસીબી પીએસઆઈ ગોહેલ, ભવનાથ પોલીસના આર.એચ. ચૌહાણ સહિતનો પોલીસ કાફલો બંદોબસ્ત માટે તૈનાત કરવામાં આવશે.

10 રાજ્યોના સિનિયર ભાઈઆે, સિનિયર બહેનો, જુનિયર ભાઈઆે, જુનિયર બહેનો એમ ચારેય ગ્રુપના સ્પર્ધકો ગિરનારને આંબવા તત્પર છે.

Comments

comments

VOTING POLL