કાલે જામનગર સહિત છ શહેરોમાં ભૂકંપની મોકડ્રિલ

October 10, 2019 at 5:58 pm


જો સાત કે તેથી વધુ તીવ્રતાનો ભૂકપં આવે તો શું કરવુ તેની તૈયારી માટે આવતીકાલે સવારે ૯:૦૦ જામનગર, અમદાવાદ, વડોદરા ,ભચ ,સુરત અને વલસાડ માં મોટાપાયે મોકડ્રીલ યોજવામાં આવશે અને તેમાં સમગ્ર વહીવટી તંત્રને કામે લગાડવામાં આવશે .એન ડી આર એફ, ફાયર ,આર્મી, એરફોર્સ જેવા તમામ વિભાગો અને પોલીસ તથા મેડીકલ ટીમ આ મોકડ્રીલ માં ભાગ લેશે. કેમિકલ બ્લાસ્ટ થાય કે ભૂકંપને કારણે પાઈપલાઈન તૂટી જાય તો રાહત અને બચાવની કામગીરી કેવી રીતે કરવી તેની સમજ આવતીકાલની મોકડ્રીલ માં આપવામાં આવશે. સુરતમાં હજીરા ખાતે અને અમદાવાદમાં ઓઢવ, નરોડા, સાણદં સહિતના વિસ્તારોમાં કે યાં ઇન્ડસ્ટ્રીનું પ્રમાણ વધારે છે ત્યાં આ મોકડ્રીલ યોજવામાં આવશે તેવી જાહેરાત ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના સીઈઓ અનુરાધા મલ્લે કરી છે

Comments

comments