કાલે જીએસટી કાઉન્સિલની બેઠક: ઈલેક્ટ્રિક વ્હિકલ્સ પર દર ઘટવાની શકયતા

June 19, 2019 at 12:05 pm


ઈલેક્ટ્રિક વ્હિકલ્સને પ્રોત્સાહન આપવા જીએસટી કાઉન્સિલ ઈવીએસ પરનો ટેકસ 12 ટકાથી ઘટાડી પાંચ ટકા કરે તેવી શકયતા છે. એક વરિષ્ઠ સરકારી અધિકારીના જણાવ્યા અનુસાર કાઉન્સિલ આવતીકાલની બેઠકમાં પ્રસ્તાવ પર વિચારણા કરશે. ઈલેક્ટ્રિક વ્હિકલ્સ મોદી સરકારના એજન્ડામાં ઘણા ઉપર છે. અધિકારીએ જણાવ્યું હતું કે, અન્ય બાબતો ઉપરાંત, ઈવીએસના ટેકસ રેટ ઘટાડવાનો પણ પ્રસ્તાવ છે.
નીચા જીએસટી દરને કારણે વૈશ્ર્વિક ઉત્પાદકોને ભારતના ઈલેક્ટ્રિક વ્હિકલ્સ સેકટરમાં રોકાણનું પ્રોત્સાહન મળશે. પંજાબ સરકારે કેન્દ્રને પત્ર લખી ઓટો, ટેકસટાઈલ, એમએસએમઈ અને રિયલ એસ્ટેટના ટેકસ દરની સમીક્ષા કરવા જણાવ્યું છે. જેથી અર્થતંત્રને વેગ આપી શકાય. પંજાબના નાણાપ્રધાન મનપ્રીત બાદલે કેન્દ્રીય નાણાપ્રધાન અને જીએસટી કાઉન્સિલના ચેરમેન નિર્મલા સીતારામનને ધીમી વૃધ્ધિના માહોલમાં વિવિધ સેકટર્સના ટેકસના દર ઘટાડવા જણાવ્યું હતું. વાહનોના વેચાણમાં 18 વર્ષના સૌથી તીવ્ર ઘટાડા પછી ઓટો સેકટરે તાકિદે માંગને વેગ આપવાનાં પગલાંની માંગણી કરી છે. મે મહિનામાં પેસેન્જર વ્હિકલ્સનું વેચાણ 21 ટકા ઘટયું હતું. તેને લીધે કં5નીઓને પ્લાન્ટ શટડાઉનની ફરજ પડી હતી અને ઘણાં ડીલર્સે બિઝનેસ બંધ કરવો પડયો હતો.

નીતિ ઘડવૈયા સરકારની લાંબા ગાળાની યોજનાના ભાગપે ઈલેક્ટ્રિક વ્હિકલ્સના ઉત્પાદનને પ્રોત્સાહન આપવાની તરફેણમાં છે. નીતિ આયોગે 2030 પછી વેચાનારા તમામ વાહનો ઈલેક્ટ્રિક હોવા માટે એક માર્ગરેખા તૈયાર કરી છે. જેના ભાગપે 2023થી તમામ ટૂ અને થ્રી-વ્હિલર્સને ઈલેકિટ્રક કરવાની યોજના છે. જ્યારે 2026થી તમામ કોમર્શિયલ વ્હિકલ્સનું ઈલેક્ટ્રિક વ્હિકલમાં પાંતર કરવાની યોજના છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ઈવીએસના ટેકસમાં ઘટાડાથી તેના ઉત્પાદનને પ્રોત્સાહન મળશે. પીડબલ્યુસીના નેશનલ લીડર (ઈનડાયરેકટ ટેકસ) પ્રતિક જૈને જણાવ્યું હતું કે, ઈવીએસ પર જીએસટીના દરમાં ઘટાડાથી વૈશ્ર્વિક કંપ્નીઓને ભારતમાં મેન્યુ. શ કરવાનું પ્રોત્સાહન મળશે.

Comments

comments

VOTING POLL