કાલે પાલિતાણામાં હજારો જૈનો ઉમટશે: આદિનાથ જિનાલયનો ૪૮૮મો સાલગિરહ મહોત્સવ ધામધૂમથી ઉજવાશે

May 24, 2019 at 11:29 am


દૂરથી આવ્યો દાદા… દર્શન દયો…ની ભાવના સાથે આવતીકાલે દેશભરમાંથી હજારો જૈનો ઉમટશે. ગિરિરાજ શત્રુંજય તીર્થ પર આવતીકાલે મૂળનાયક આદેશ્ર્વર દાદાનાં દેરાસરનો ૪૮૮મો સાલગિરહ મહોત્સવ ધામધૂમથી ઉજવાશે. આગામી ટૂંક સમયમાં ૫૦૦મી સાલગિરહ મહોત્સવ આવી રહ્યો હોય જૈનોમાં ભારે આતુરતા છવાઈ છે.
આણંદજી કલ્યાણજી પેઢી દ્રારા તાલિપાણા પવિત્ર શંત્રુજય મહાતિર્થમાં ગિરીરાજ ઉપર મુળનાયક આદિનાથ ભગવાનના દેરાસરની ૪૮૮મી સાલગિરહ શનિવારે સાલગિરહની ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગને અનુરૂપ તારીખ ૨૪ને આજે સાંજે ૭–૩૦ કલાકે તળેટી પારણા ભુવન ખાતે રંગત પ્રોડકશન અંતર્ગત જૈન સુશ્રાવક શેઠ મોભાશા શેઠનું નાટક ‘હત્પ ભલે ડુબી જઉ મારો ધર્મ હંમેશા તરતો રહેશે’નું નાટક આયોજન કરવામાં આવેલ છે. તા.૨૫ના રોજ ગિરીરાજ પર મુળનાયકના દેરાસર, જય તળેટી, મોટા રસ્તાની દેરીઓ, નવટુંક દેરાસરોમાં ધજા ધારણ કરવામાં આવશે તથા ત્યારબાદ પારણા ભુવન ખાતે સઘં સ્વામી વાત્સલ્યનું આયોજન કરવામાં આવેલ છે. તથા પૂ.દાદાજીના દેરાસરની ધજા આરોહણનો સમય સવારે ૧૦ કલાકે સતરભેદી પુજા ભણાવવામાં આવશે તેવુ પાલિતાણા શેઠ આણંદજી કલ્યાણજી પેઢીના મનુભાઈ અને એ.ડી.શાહે જણાવેલ

Comments

comments

VOTING POLL