કાલે પ્રચારના પડઘમ શમી જશે

April 20, 2019 at 2:24 pm


સાત વિધાનસભા બેઠકના એક મહાનગર અને પાંચ નગર અને ૬૯૯ ગામડાઓવાળા વિસ્તારમાં આવતીકાલે તા.૨૧મીએ સાંજે પ્રચારના પડઘમ શમી જશે તો તેની સાથે ડોર ટુ ડોર લોકસંપર્ક અભિયાન અને ખાનગી પ્રચારને દોટ શરૂ થશે. કાળઝાળ ગરમી વચ્ચે પણ બન્ને રાજકીય પક્ષના ઉમેદવારો તેમજ અન્ય ઉમેદવારો અને તેના ટેકેદારો એડીચોટીનું જોર લગાવશે.
ભાવનગર લોકસભા બેઠક માટે ૨૩મી એપ્રિલે મતદાન છે, ભાવનગર પૂર્વ, ભાવનગર પિમ, ભાવનગર ગ્રામ્ય, તળાજા, પાલિતાણા, બોટાદ અને વલ્લભીપુર વિધાનસભા મત વિસ્તારોઅમાં આવેલા મહાનગર ભાવનગર અને પાંચ નગર તેમજ ૬૯૯ ગામડાઓ પૈકી મોટાભાગના વિસ્તારોનો પ્રચાર રાજકીય પક્ષોએ પૂર્ણ કર્યેા હોવાનો દાવો કર્યેા છે.
ભાવનગર જિલ્લામાં ભાજપ અને કોંગ્રેસે માત્ર સ્ટાર પ્રચારકો પર કે મોટી જાહેરસભાઓને બદલે નાની જાહેરસભાના અને રેલીઓ પર ધ્યાન કેન્દ્રીત કર્યુ છે.
તેમાંય કોંગ્રેસે ગ્રામ્ય વિસ્તાર પર તો ભાજપે શહેરી વિસ્તાર પર પ્રચારમાં વધુ મહત્વ આપ્યુ છે તેવું તેમની પ્રચાર સ્ટાઇલ પરથી જણાય છે.
જયારે ચૂંટણીના નિયમ પ્રમાણે ૨૧મીએ સંજે પાંચ વાગ્યે પ્રચારના પડઘમ શમી જશે. રાજકીય પક્ષોને રેલી સભા સહિતના જે કાર્યક્રમો યોજવા હશે તે કાલ સાંજે પાંચ વાગ્યા સુધી જ થઇ શકશે. કાળઝાળ ગરમી વચ્ચે નિરસ જણાતા વાતાવરણમાં ગરમાવો લાવવા બન્ને મુખ્ય રાજકીય પક્ષો એટીચોટીનું જોર લગાવી રહ્યાં છે.
જો કે કાલ સાંજ બાદ રાજકીય નેતાઓ ડોર ટુ ડોર કેમ્પેઇનમાં વ્યસ્ત બનશે અને બુથ મેનેજમેન્ટના કામને અગ્રતા આપશે.
ભાવનગર જિલ્લાના શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કાલથી જાહેર પ્રચારના પડઘમ શાંત થઇ જશે. ભાજપ અને કોંગ્રેસ પૈકી બન્ને ઉમેદવારોએ અને તેમના સમર્થકોએ પોતાના ગઢ ગણાતા વિસ્તારોમાં પણ પ્રચારને વધુ અગ્રતા આપી છે.
હવે કાલ સાંજથી વાતાવરણ શાંત થશે પણ છેલ્લી ઘડીના ખેલ તો પ્રચારના પડઘમ શાંત થયા પછી જ ખેલાતા હોય છે

Comments

comments