કાલે બપોર બાદ અનેક વિસ્તારોમાં પાણીકાપ

May 25, 2019 at 2:49 pm


વિજકાપના કાયમી ત્રાસથી પીડાતી પ્રજાને આવતીકાલે રવિવાર રજાના દિવસે પાણીકાત સહન કરવાનો વારો આવશે. કાલે શેત્રુંજી ડેમમાંથી પાણી ડેમસાઇટ પર રીપેરીંગના કારણે મળવાનું નહી હોવાથી તખ્તેશ્ર્વર, નીલમબાગ અને ચિત્રા ફિલ્ટરમાંથી પાણી પુરવઠો બધં રહેશે.
આ વખતે પાણીકાપ નવી વાત નથી. સત્તાવાર વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ શેત્રુંજી ડેમ સાઇટ પર પંચના રીપેરીંગની કામગીરી ચાલુ છે અને રવિવારે સવારે ૧૦ થી પાણીની આવક બધં થશે તેથી તખ્તેશ્ર્વર ફીલ્ટર અને નીલમબાગ તેમજ ચિત્રા ફીલ્ટર પરથી પાણી મેળવતા વિસ્તારોમાં બપોરના ૧૨ વાગ્યા બાદ વીજ પુરવઠો બધં થશે. જો કે ઘણા વિસ્તારોમાં પાણી નહી અપાય.
૧૦ દિવસ પહેલા પણ ભાવનગર શહેરમાં સતત ત્રણ દિવસ સુધી પાણીકાપ હતો જેના કારણે લોકો ભારે પરેશાન થયા હતા.
વોટરવકર્સ સત્તાવાળાઓ એવો દાવો કરે છે કે જે વિસ્તારમાં આકસ્મિક પરિસ્થિતિના કારણે પાણીકાપ લાદવો પડે ત્યારે રેગ્યુલર પાણીના દિવસે પણ આ વખતે પાણીકાપના દિવસે પાણી અપાયુ ન હતુ. આમ લોકોને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડો હતો.
એકબાજુથી ૩૮ થી ૪૦ ડિગ્રી વચ્ચે રહેતા તાપમાનને કારણે લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે તેવા સમયે અચાનક આવી પડતા પાણી કાપના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આમ, ભાવનગર શહેરમાં પાણીનો કોઇ મોટો સોર્સ ઉભો નહી કરાયો હોવાથી લોકોને તરસ્યા રહેવાનો વારો આવી જાય છે. કમસે કમ લોકોને છતે પાણી તરસ્યા રહેવું પડે છે

Comments

comments