કાલે ભારત-આેસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ ટેસ્ટઃ રવીન્દ્ર જાડેજાની બાદબાકી

December 5, 2018 at 10:44 am


ભારત અને આેસ્ટ્રેલિયા બન્ને માટે પ્રતિષ્ઠાના જંગ સમાન બોર્ડર-ગાવસ્કર ટેસ્ટ શ્રેણી પૈકીના પ્રથમ ટેસ્ટ મેચનો આવતીકાલે સવારે 5ઃ30 વાગ્યાથી એડિલેડના ગ્રાઉન્ડ પર મુકાબલો જામશે. આ માટે બન્ને ટીમોએ મેચના એક દિવસ પહેલાં જ પોતાની ટીમ જાહેર કરી દીધી છે. ટીમ ઈન્ડિયાએ જાહેર કરેલી 12 સભ્યોની ટીમમાં રવીન્દ્ર જાડેજાની બાદબાકી કરી નાખવામાં આવી છે. બીજી બાજુ આેસ્ટ્રેલિયાની ટીમ આવતીકાલે માર્કસ હેરિસ નામના ખેલાડીને ટેસ્ટ ડેબ્યુ કરાવશે. ટીમ ઈન્ડિયા ત્રણ ફાસ્ટ અને એક સ્પીનર સાથે મેદાને ઉતરશે.
ટીમ ઈન્ડિયામાં ભુવનેશ્વર કુમારને પણ સ્થાન આપવામાં આવ્યું નથી તો ઉમેશ યાદવને પણ બહાર બેસવું પડશે. સ્પિન એટેકની જવાબદારી આર.અશ્વિન પાસે હશે. અશ્વિનના જોડીદાર રવીન્દ્ર જાડેજાને પસંદ કરવામાં આવ્યો નથી. બીજી બાજુ ચાઈનામેન કુલદીપ યાદવ પણ 12 ખેલાડીઆેની યાદીમાં સામેલ નથી. જો કે ટીમ ઈન્ડિયાને હનુમાન વિહારી આેફ સ્પીનર તરીકે કામ આવી શકે છે. જો કે પ્લેIગ ઈલેવનમાં રોહિત શમાર્ અથવા હનુમાન વિહારી પૈકીના એકને તક આપવામાં આવી શકે છે.
આેસ્ટ્રેલિયાએ પણ પ્રથમ ટેસ્ટ માટે પોતાના 11 ખેલાડીઆેના નામની જાહેરાત કરી દીધી છે. આ ટીમમાં માર્કસ હેરિસ કે જે કાલે પોતાની કારકીદિર્નો પ્રથમ ટેસ્ટ મેચ રમશે. જ્યારે મિશેલ માર્શને પસંદ કરવામાં આવ્યો નથી.

Comments

comments

VOTING POLL