કાલે મતદાનનું મહાપર્વ: આજે કતલની રાત

April 22, 2019 at 10:31 am


આવતીકાલે રાજ્યની 26 લોકસભા અને 4 વિધાનસભાની બેઠક માટે મતદાન થશે. જેમાં 4,51,25,680 લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં 2,34,28,119 પુરુષો અને 2,16,96,571 મહિલાઓ અને 990 થર્ડજેન્ડરના લોકો મતાધિકારનો ઉપયોગ કરનાર છે. આ વખતની ચૂંટણીમાં 10,06,855 યુવા મતદારો મતદાનનો પ્રથમ વખત ઉપયોગ કરશે. આ વખતની ચૂંટણીમાં પ્રચાર-પ્રસારનો મહત્વનો એજન્ડા જોવા નથી મઇયો. મુખ્ય રાજકીયપક્ષો દ્વારા આપવામાં આવેલા વચનો મતદારોને લલચાવી શકે છે કે કેમ ? તેની ખબર તા.23 મે એટલે કે મતગણતરીના દિવસે જ ખબર પડશે. રાજકીયપક્ષોએ આટલી ગરમી વચ્ચે છેક છેલ્લી ઘડીના પ્રયાસો હાથ ધયર્િ છે અને આ મતદાનના દિવસે મત આપવામાં લોકોનો કેવો ઉત્સાહ છે તેના આધારે પરિણામોના ગણિત રાજકીય ગણિતકારો મુકશે. પ્રચાર પડઘમ શાંત થયા પછી રાજકીયનેતાઓ આખરી બોમ્બાર્ડિંગ આજની કતલની રાતે કરશે અને મતદારોને મતદાન કરવા બહાર લાવશે.

સવારે 7થી 6સુધી મતદાન
લોકશાહીના તહેવાર ગણાતી ચૂંટણીમાં મતદારો માટે પ્રથમ વખત મતદાન માટેનો સમય એક-એક કલાક વધારવામાં આવ્યો છે. ગરમીના પરિણામે વહેલી સવારથી જ મતદારો મતદાન કરવા આશવે જેને લઈને ચૂંટણીપંચ દ્વારા સવારે 5-30 વાગ્યે પોલીંગ એજન્ટો અને પોલીસ સ્ટાફને મોક પોલની સૂચનાઓ આપવામાં આવી છે.

લાંબા અને આંતરીયાળ વિસ્તારમાં આવેલા મતદાન મથકો પર અધિકારીઓ અને કર્મચારીઓ આગલા દિવસે પહોંચાડી દેવામાં આવશે તો ઈવીએમ, વીવીપેટની સુરક્ષાને લઈને વિશેષ કાળજી રાખવામાં આવી હોવાનું ચૂંટણીપંચના સૂત્રો જણાવી રહ્યાં છે.
16 વધુ ઉમેદવાર હોય તેવી આઠ બેઠક પર બે-બે બેલેટ યુનિટ
આ વખતની ચૂંટણીમાં સાબરકાંઠા-20, ગાંધીનગર-17, અમદાવાદ (પૂ.)26, સુરેન્દ્રનગમાં 13, પોરબંદર-17, જામનગર-28, ભચ-17 અને નવસારીમાં-25 ઉમેદવાર હોવાથી આ તમામ જગ્યા પર બે-બે બેલેટ યુનિટ આપવામાં આવ્યા છે.

મહિલાઓને ટિકિટ આપવામાં કોંગ્રેસ નબળું સાબિત થયું!
50 ટકા મહિલા અનામતની વાતો કરનાર રાજકીય પક્ષો 26-બેઠકો પર 13-13 મહિલા ઉમેદવારોને મેદાનમાં લાવવાની જર હતી પરંતુ 26 બેઠકો પર ભાજપે-5 અને કોંગ્રેસે 1 મહિલાને ટિકિટ આપી છે અને આ વખતે અમદાવાદ પૂર્વમાં થર્ડજેન્ડરના ઉમેદવાર રાજુ માતાજીએ ઉમેદવારી નોંધાવીને કિન્નરોના પ્રશ્ર્નોને લઈને ઝૂંકાવ્યાનું તેમણે જાહેરમાં કહ્યું છે.

11 ધારાસભ્યો મેદાનમાંપેટા ચૂંટણી નકકી?
ગુજરાત વિધાનસભાના સભ્યો હોય તેવા 11 ધારાસભ્યો લોકસભાની ચૂંટણી લડી રહ્યાં છે જેમાં કોંગ્રેસમાંથી-7 અને ભાજપમાંથી-4 ઉમેદવારો મેદાનમાં આવ્યા છે. આ પૈકીના કોઈપણ ચૂંટણી જીતશે તો આગામી છ મહિનામાં વિધાનસભાની પેટાચૂંટણી નિશ્ર્ચિત માનવામાં આવી રહી છે.

નરેન્દ્ર મોદી નિશાંત સ્કૂલમાં કરશે મતદાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.23મીએ સવારે 10-30 કલાકની આસપાસ રાણીપ્ની નિશાંત સ્કૂલ ખાતે મતદાન કરશે. આ મતદાન પૂર્વે માતા હીરાબાના આશિવર્દિ લેવા જાય તેવી સંભાવના છે. જેને લઈને રાણીપ વિસ્તાર, રાજભવન ખાતે માતાના નિવાસ સ્થાન વૃંદાવન બંગલોની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

મુખ્યમંત્રી વિજય પાણી રાજકોટમાં કરશે મતદાન
મુખ્યમંત્રી વિજયભાઈ પાણી તા.23મીએ રાજકોટની પ્રકાશ સોસાયટી ખાતે આવેલી શાળામાં મતદાન કરશે.

અમિત શાહ નારણપુરામાં મતદાન
રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ નારણપુરામાં તેમના નિવાસસ્થાન નજીકની સરકારી પ્રાથમિક શાળામાં મતદાન કરશે. ઉપરાંત રાજ્યપાલ મધ્યપ્રદેશ આનંદીબેન શીલજ, કણર્કિટના રાજ્યપાલ વજુભાઈ વાળા રાજકોટની કોટેચા સ્કૂલમાં, કેશુભાઈ પટેલ પણ રાજકોટ મતદાન કરશે.
જ્યારે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ કડી ખાતે આવેલી બ્રાહ્મણવાડીમાં, વિધાનસભા અધ્યક્ષ વડોદરા, વિપક્ષી નેતા પરેશ ધાનાણી અમરેલી ખાતે મતદાન કરનાર છે. તો ભાજપ્ના પક્ષ પ્રમુખ જીતુ વાઘાણી ભાવનગર ઈસ્કોન પાસેના આંબેડકર ભવન ખાતે મતદાન કરશે.
જ્યારે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા વાસણીયા ગામની પ્રાથમિક શાળામાં મતદાન કરનાર હોવાનું સૂત્રોમાંથી જાણવા મળે છે.

5500થી વધુ મતદાન મથકોનું વેબકાસ્ટિંગ
લોકસભાની ચૂંટણીમાં મતદાનની પ્રક્રિયા માટે રાજ્યના 5500થી વધુ મતદાન મથકોનું વેબકાસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે. જેને લઈને સચિવાલયમાં ખાસ કંટ્રોલમ ઉભો કરવામાં આવ્યો છે.

142 પુરક મતદાન મથકો સાથે 51851 મતદાન મથકો
મતદાર યાદીનો મુસદ્દો બહાર પાડયા પછી રાજ્યમાં 142 પુરક મતદાન મથકો મળીને કુલ 51851 મતદાન મથકો થયા છે. 2014ની લોકસભાની ચૂંટણીમાં 45383 મતદાન મથકો હતાં. વિધાનસભા-2017માં 50264 મથકો હતાં. આ વખતની ચૂંટણીમાં 6488 મતદાન મથકોનો વધારો નોંધાયો છે.

10,000 ઈવીએમ અનામત રખાયા
લોકસભાની ચૂંટણીના મતદાન દરમિયાન કોઈપણ પ્રકારની ટેકનીકલ ખામી ઉભી થાય તો 10 હજાર જેજ્ઞલા ઈવીએમ અનામત રાખવામાં આવ્યો છે. આવી ટેકનીકલ ખામીને તકીદે નિવારવા માટે દરેક લોકસભા બેઠક દીઠ ફલાઈન સ્કવોર્ડ મૂકવામાં આવી છે.
આ વખતે બેલેટ યુનિટ 78800 કંટ્રોલ યુનિટ-61961 અને વીવીપેટની સંખ્યા 65400 રાખવામાં આવી છે.
આ ઉપરાંત દરેક લોકસભા વિધાનસભાના ડિસ્પેચ સેન્ટર પર ખાસ બે મશીન ટ્રેનરોને મૂકવામાં આવ્યા છે. જે છેલ્લી ઘડીએ કોઈ કર્મચારીને મૂંઝવણ થાય તો તેનો ઉકેલ લાવી શકે.

3 લાખ પોલિંગ સ્ટાફ મતદાન કરાવવા તૈનાત
રાજ્યની 26 લોકસભા, 4 વિધાનસભાની ચૂંટણી માટે ત્રણ લાખથી વધુ કર્મચારીઓ અને અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. આ તમામની આખરી તબકકાની તાલીમ સંપન્ન થઈ ચૂકી છે અને આવતીકાલે મતદાન કરાવવા માટે આજથી મતદાન મથકોનો કબજો સંભાળી લીધો છે.

471 એસ.ટી. બસનો ઉપયોગ
આ ચૂંટણીમાં સ્ટાફ અને ચૂંટણીના સામાનની હેરફેર માટે ગુજરાત રાજ્ય સ્ટેટ ટ્રાન્સપોટની 471 બસોની સેવામાં લાવી છે. જે પોલીંગ સ્ટાફને જિલ્લા મથકેથી લઈને મતદાન મથક સુધી લઈ જશે તો તેમાં સુરક્ષા કર્મીઓની હેરફેર પણ કરવામાં આવશે.

રાજ્યમાં 27 જગ્યાએ મત ગણતરી હાથ ધરાશે
મતદાન પ્રક્રિયા સંપન્ન થયા પછી ઈવીએમને સ્ટ્રોંગમમાં એક મહિના સુધી સાચવી રાખવાના છે આ તમામની સલામતી અને સિલીંગ સાથે 26 જગ્યાએ ખાસ સ્ટ્રોંગમ ઉભા કરવામાં આવ્યા છે અને રાજ્યમાં 27 સ્થળો પર મતગણતરી હાથ ધરવામાં આવનાર છે.

Comments

comments