કાલે રક્ષાબંધનઃ બેની બાંધશે વીરાને અમર રાખડી

August 25, 2018 at 11:23 am


Spread the love

શ્રાવણ સુદ પુનમને રવિવાર કાલે રક્ષાબંધન છે. રવિવારના દિવસે રક્ષાબંધન પુનમ સાંજે 5.27 સુધી છે ઉધ્યામ તિથિ આખો દિવસ ગણાય છે આ નિયમ પ્રમાણે આખો દિવસ રક્ષાબંધન ગણાય છે આમ આખો દિવસ રાખડી બાંધવા માટે શુભ છે તેમાં ખાસ કરીને પ્રદોશ કાળ અને અપરાહન કાળ રાખડી બાંધવામાટે શુભ છે.

રક્ષાબંધનના દિવસે ભુદેવો જનોઈ બદલાવશેતેમાં ઋગ્વેદીઆે પંચાગના નિયમ પ્રમાણે સાંજે અને શુકલ યજુર્વેદિય ભુદેવો રક્ષાબંધનના દિવસે એટલે કે કાલે સવારે જનોઈ બદલાવશે. ભુદેવો સંધ્યા પૂજા કરી ઋષિપુજન કરી જનોઈમાં નવ તંતુ દેવતાનું પુજન કરી જનોઈ બદલાવશે સાથે ગાયત્રી મંત્રના જપ પણ કરશે.

ભુદેવો સિવાય બીજી જ્ઞાતિના લોકોએ જનોઈ ધારણ કરેલી હોય તો પોતાની જ્ઞાતિના રિવાજ પ્રમાણે આ દિવસે જનોઈ બદલાવી શકે છે.

રક્ષાબંધનના દિવસે બહેન ભાઈને રાખડી બાંધે છે અને તેનું આખુ વર્ષ નિર્વદનતાપૂર્વક પસાર થાય તેવી ભગવાનને પ્રાર્થના કરશે.

એક વખતે દેવ અને દાનવો વચ્ચે જંગ થયેલ દેવો હારવા લાગ્યા આ સમયે ઈન્દ્રાણીએ ઈન્દ્રને રાખડી બાંધેલી અને વિજયની કામના કરેલી અને ત્યારબાદ ઈન્દ્ર યુધ્ધમકાં વિજય પામ્યા હતા.

રક્ષાબંધનના દિવસે જ નાળિયેરી પૂણિર્મા ગણાય છે આમ જોઈએ તો રક્ષાબંધનના દિવસે ત્રણ તહેવાર આવે છે રક્ષાબંધન, શ્રાવણી એટલે જનોઈ બદલાવાનો તહેવાર અને નાળિયેરી.

નાળિયેરી પૂજનનો બીજો અર્થ સમુદ્ર પૂજન માછીમારો અને સમુદ્રના વ્યાપારીઆે આ દિવસે દરિયાનું પૂજન કરે છે. ફુલહાર અને નાળિયેર ચઢાવે છે અને આ દિવસથી દરિયો ખેડે છે.

આમ જોઈએતો બહેનને જે રાખડીનો કલર ગમે તે શુભ છે. રાશિ પ્રમાણે શુભ કલરની રાખડી પીળા તથા મેષ (અ.લ.ઈ.) લાલ કલરની રાખડી, વૃષભ (બ.વ.ઉ.) સફેદ કલરની રાખડી, મિથુન (ક.છ.ધ.) લીલા કલરની રાખડી, કર્ક (ડ.હ.) પીળા સફેદ કલરની રાખડી, સિંહ (મ.ટ.) લાલ તથા ગુલાબી કલરની રાખડી, (કન્યા) પ.ઠ.ણ.) લીલી તથા બ્લુ કલરની રાખડી, તુલા (ર.ત.) લીલી, બ્લુ, સફેદ કલરની રાખડી, (વૃશ્ચિક (ન.ય.) લાલ, પીળા કલરની રાખડી, ધન (ભ.ફ.ધ.) કેશરી, પીળી, સફેદ કલરની રાખડી, મકર (ખ.જ.) બ્લુ તથા લીલા કલરની રાખડી, કુંભ (ગ.શ.સ.) બ્લુ તથા લીલા કલરની રાખડી, મીન (દ.ચ.ઝ.થ) કેશરી, પીળી, ગુલાબી કલરની રાખડી.