કાલે રણછોડદાસજી મહારાજના સ્વધામગમન દિવસની સદગુરૂ સદન આશ્રમમાં ઉજવણી

April 16, 2019 at 7:48 pm


અહીં આશ્રમ રોડ પર આવેલા તિર્થધામ સદગુરૂ સદન રણછોડદાસજી મહારાજના નિર્વાણ દિવસની ઉજવણી કરવામાં આવી છે. ગુરૂદેવ પોતાના અનુયાયી કુમુદબેનને નિર્વાણ બાદ પણ પ્રત્યક્ષ ર્દાન દઈને આશ્ર્વાસન આપ્યું હતું અને તેમના દ્રારા એવો દિવ્યોત્તમ સંદેશો અન્ય ભકતજનો માટે આપ્યો હતો કે, મે મરા નહીં હત્પં તેરે મેં કોઈ ઘટા–બઢી (વધઘટ) થઈ નથી. પક્કા વિશ્ર્વાસ રખના: મેરા શરીર ઠોસ હૈ દેખ લો મેરી તેઓ પણ અવતારી આત્મા હતા અને અત્યારે પણ સાડાપાંચ હજાર વર્ષેા પછી પણ અવ્યકત હાજરી સાથે સર્વવ્યાપી હાજરાહજુર છે.

ગુરૂદેવના કાલે નિર્વાણ દિન કે પૂણ્ય તિથિ છે એમ કહેવાને બદલે ભગવાન રણછોડદાસજી મહારાના સ્વધાગમન દિને એમના જ શબ્દોમાં કહેવાયેલો અણભ્ય સંદેશો ઝીલીને સમગ્ર જીવનયાત્રા દરમિયાન સુખ સંતોષ પામવાનો આ અવસર છે.

આ અંગેના આયોજન મુજબ સવારે મંગળા આરતી, તેની સાથે નિજ મંદિરમાં દર્શન, તે પછી ૮–૩૦ વાગ્યાથી ગુરૂદેવનું પૂજન–અર્ચના અને મેં મરા નહીં હત્પંના શુભ સંદેશની ઉદઘોષણા અને યુગાવતાર સમી હર્ષેાલ્લાસભરી થશો ગુરૂદેવની તપભીતી ચરણ પાદૂકાનાં સ્પર્શનો લ્હાવો પણ મળળશે. જેનો લાભ લેવા ટ્રસ્ટીઓ પ્રવિણભાઈ વસાણી, રાજુભાઈ પોબારૂ વગેરે દ્રારા જાહેર જનતાને અનુરોધ છે.

કાલે મહા સમાધિ દિવસ નિમિતે બ્રહ્મ ચૌર્યાસી (બ્રહ્મ ભોજન) સમય ૧૧–૩૦થી ૨ સુધી ગુરૂભાઈ–બહેનો માટે મહાપ્રસાદની વ્યવસ્થા ૧૧–૩૦થી ૨ સુધી રાખેલ છે.
શ્રી રામનવમીના મોંઘેરા તહેવાર નિમિતે સદગુરૂ સદન આશ્રમમાં સાંનિધ્યમાં દેશભરના ૫૦૦ સંત–મહંતોની ઉપસ્થિતિમાં રામ ચરિત માનસના અખડં પાઠ (સંગીતમય શૈલીમાં) યોજાયા હતા. જે દરમિયાન સવારના નાસ્તાથી માંડીને બપોર અને રાત્રિના ભોજન સુધીની વ્યવસ્થાઓ થઈ હતી.
આ આયોજનમાં રામાયણજીના વિશેષ પ્રસંગોની આસ્થા–ઉમંગભેર ઉજવણી થઈ હતી. મુંબઈ, સુરત, અને છેક વિદેશના મહેમાનો સહિત એક લાખથી વધુ લોકોએ એનો લાભ લીધો હતો

Comments

comments

VOTING POLL